________________
૧૮૫
મુનિની સામે સ્થિર આંખોએ એ જોઈ રહ્યો.
તેની એ દષ્ટિમાં ભય નહોતો, સંશય નહોતો, વ્યગ્રતા નહોતી અને તોછડાઈ પણ નહોતી. હતી કેવળ અદમ્ય આત્મશ્રદ્ધા. પૂર્વકૃત નિશ્ચયને વળગી રહેવાની શાન્ત શકિત.
મુનિવર પ્રસન્ન થયા.
“માગ, માગ !” તેમણે કહ્યું, “હું બીજે કઈ નહિ, પણ જેની પાસે તું જવા નીકળ્યો છે તે ઈન્દ્ર જ છું.”
અજુન ઈન્દ્રને પગે લાગ્યો.
પ્રસન્ન થયા હો, પિતા, તો મને તમારી પાસે જે શસ્ત્રાસ્ત્રવિદ્યા છે તે બધી યે આપો ” તેણે માગ્યું.
ઈન્દ્ર હસી પડે.
“પાગલ લાગે છે,” ઇન્ડે તેની મશ્કરી કરી. “ અહીં સુધી આવ્યા પછી અને મારાં દર્શન કર્યા પછી કોઈ શસ્ત્રાસ્ત્ર માગે ખરો ? અરે, શસ્ત્રા તે સાધન છે. સાધ્ય છે, ઐશ્વર્ય અને ભોગ. ચાલ, સ્વર્ગલેકનાં બધાં જ સુખને હું તને સ્વામી બનાવું.”
ક્ષમા કરે!” હાથ જોડીને અર્જુને જવાબ આપેઃ “ભાઈઓ વનવાસનું દુઃખ ભોગવી રહ્યા હોય અને દુર્યોધન વગેરે દુષ્ટોએ કરેલ ભયંકર અપમાનની આગ એમના અંતરમાં ભડભડતી હોય ત્યાં સુધી સમગ્ર દેવમંડળનું ઐશ્વર્ય પણ હું ન વાંછું.”
ઇન્દ્રને આટલું જ જોઈતું હતું. પુત્રની કસોટી કરવા માટે જ તે તેના માર્ગમાં મુનિ બનીને બેઠો હતો. તરતજ તેણે જવાબ આપ્યો:
તું માગે છે તે બધીયે વિવાઓ હું તને આપીશ; પણ તે પહેલાં તારે ભગવાન શંકરને રીઝવવા પડશે. ભયાનક શસ્ત્રો એવા જ માણસના હાથમાં શોભે, જેણે શિવનાં દર્શન કર્યા હોય, શિવને પ્રસન્ન કર્યા હોય.”૧
અને અર્જુન શિવનાં દર્શન માટે ઉપડયો. ૧ શિવ = મંગલ - વિશ્વહિત. સૃષ્ટિનું શિવ, વિશ્વહિત એજ જેનું ધ્યેય બની ચૂકયું હોય, એવાઓના હાથમાં જ ભયાનક વિનાશ સર્જાતા શસ્ત્રો મૂકી શકાય! એવા તેને છેટે ઉપયોગ કદાપિ ન કરે એવી શ્રદ્ધા અહીં વ્યકત થઇ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com