________________
૨૧૮
તેમને આસપાસના ગિરિપ્રદેશ અને તેમાં વસતી પ્રજાઓનું અહોભાવયુક્ત વર્ણન કરતાં સાવધાન કરે છે.
પણ ભીમ અને દ્રૌપદી સખણ રહે ખરાં? ઋષિવર્યની ચેતવણીમાં જ તેમના જેવી પ્રકૃતિને પડકાર જેવું ન લાગે ?
એક વખતની વાત છે. નજીકમાં જ આવેલી પેલી અંતિમ સીમારેખાની પેલી પાર આવેલી કુબેરની અલકાપુરીની દિશામાંથી માદક સુગંધ ભર્યો પવન આવી રહ્યો હતો. એ પવનમાં કિન્નરે, ગંધર્વો, અપ્સરાઓનાં ગીતનૃત્યાદિને રૂમઝૂમાટ પણ જાણે વરતાઈ રહ્યો હતો.
જ આ લેકે આખો વખત આમ ઉત્સવમાં જ ગાળતાં હશે !” દ્રૌપદીએ ભીમને સંબોધીને પૂછયું.
કયા લકે ?” અજાણ્યા થઈને ભીમે સામો પ્રશ્ન પૂછો, “કેમ કયા લેકે? આ યક્ષો ને ગંધ ને દે ને એવા એવા! જેમની ભાટાઈભરી વાતો કરતાં આ આષ્ટિષણ જેવા ઋષિઓ થાકતા જ નથી!”
“વનમાં રહેવું ને વાઘ હારે વેર બાંધવું એ બીચારા ઋષિને ન પોષાય, પાંચાલી !” ભીમે હસતાં હસતાં ખુલાસો કર્યો; “એટલે કર્યા કરે ભાટાઈ !”
હા, પણ તમારું શું ?” ભીમના જવાબથી ઉલટાની વધુ ઈ છેડાઈ હાય એમ કાપદીએ તરાપ મારી. “તમે કહેવા શું માગો છો, પાંચાલી ?"
આ જ દેવાના પતિને, ઈન્દ્રને, તેના આખા યે અનુયાયી દળની સાથે આપણું ધનંજયે પેલા ખાંડવ વનમાં નહોતો હંફાવ્યો ?”
મોટાભાઈની રોકટોક ન હોય ને, પાંચાલી, તે હું પણ એ દેવો અને દાનવો અને યક્ષો અને રાક્ષસોને, એકલે હાથે પૂરો પડું એમ છું.” ભીમસેને છાતી ઠેકીને પાસે પડેલી ગદા સામે વ્યાકુળ આંખેાએ જોયું. “કુબેરની તળાવડીમાંથી પેલાં કમળો હું જ લાવેલ કે કઈ બીજે ?”
“એ કુબેરની નગરીને જોવાની મને હોંશ છે, કેદાર!”
“એ હોંશ પણ પૂરી થશે, દેવી, આજે જ હું એ તરફને રસ્તો જરા જોઇ આવું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com