________________
૨૧૭
આજથી પાંચમા વર્ષની પૂર્ણાહુતિ વખતે હું તમને કૈલાસ પર્વત પર મળીશ.” યુધિષ્ઠિર તેમજ અન્ય સૌ ભાઈઓને અર્જુન ઉપર એટલી બધી પ્રીતિ હતી કે પાંચમા વર્ષની પુર્ણાહુતિ થાય ત્યાં લગી વાટ જોવાની તેમની ધીરજ ન રહી. હકીકતમાં તે પહેલાં ચાર વર્ષે પણ તેમણે માંડમાંડ કાઢેલાં -ભારત ભરમાં ભમી ભમીને ચોથું વર્ષ પૂરું થતાંની સાથે તેમણે હિમાલયઆરોહણ આદર્યું. અર્જુન-વિરહનું છેલ્લું આખું વરસ તેમણે–અને દ્રૌપદીએ હિમાલયના પથ્થરે ગણવામાં જ જાણે વ્યતીત કર્યું પવિત્ર તીર્થો અને સુંદર સ્થાને તેઓ ખૂબ ગંભીરતાપૂર્વક જતા હતા, પણ તેમનું અંતર સમજતું હતું કે આ બધાં તો બહાનાં છે, કેવળ કાલક્ષેપ કરવાનાં !
હવે અર્જુનના વિરહને કારણે બેચેન તે સૌ હતાં, પણ સૌથી વધુ બેચેની ભીમસેન અને દ્રૌપદી અનુભવતાં હતાં. ધર્મની દૃષ્ટિએ દ્રૌપદીને પાંચે ય પતિઓ એક સરખા સન્માનનીય હતા, છતાં હકીકત એ છે કે ધનંજય તેને પ્રિયતમ પતિ હતો. છેલ્લે છેલ્લે પાંચે ય પાંડવો અને છઠ્ઠી દ્રૌપદી “હિમાળા ગળવા” આવે છે, અને સૌથી પહેલી પદી પડે છે, ત્યારે તેના કારણરૂપે યુધિષ્ઠિર સૌને આ જ વાત કરે છે.
ભીમનું પણ એવું જ છે. આમ તો ચારે જ ભાઈઓ એકસરખા; પણ અર્જુન તે અર્જુન. તેને સખા, મિત્ર, સાથી-જે કહે તે એક અજુન જ; અર્જુન સિવાય બીજો કઈ નહિ. યુધિષ્ઠિર પિતાસ્થાને છે; અને નકુલ તથા સહદેવ પુત્રસ્થાને છે; અને સ્વભાવે પણ એ ત્રણમાંથી એકેય પવનકુમારની પડખે ઉભા રહે એવા નહિ જ.
એટલે હિમાલય પર આવ્યા પછીના વરસમાં જે કે અગત્યના બનાવો બન્યા છે તેના મૂળમાં, મોટે ભાગે, આ ભીમ અથવા દ્રોપદીની બેચેની જ છે.
જટાસુરના વધ બાદ પાંડવ વૃષપર્વા નામના એક રાજર્ષિને આશ્ચમે આવ્યા છે. ત્યાંથી તેઓ આર્દિષેણ નામના એક બીજા રાજર્ષિને આશ્રમે આવે છે. બસ, અહીંથી આગળ જવાને હવે રસ્તા જ નથી. મનુષ્યોને માટે આ જ અવધિ છે. ગંધમાદન પર્વતનું આ ઊંચામાં ઊચું શિખર છે. આ જ કૈલાસ છે, અને અહીંથી આગળ તે હવે દેવોને નિવાસ છે.
અહીંથી આગળ જવાની કોશિશ કરવી એ જિંદગીને નકામી જોખમમાં મૂકવા જેવું છે. અર્જુન તમને અહીં જ આવીને મળશે.” રાજર્ષિ આખ્રિણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com