________________
૧૧૫
પ્રસંગ આ પ્રમાણે છે. જટાસુર નામે એક રાક્ષસ હિમાલયના પ્રદેશમાં વસે છે. તેણે જ્યારે સાંભળ્યું કે પાંડ અને દ્રૌપદી ગંધમાદન પર્વત પર નરનારાયણના આશ્રમમાં આવીને વસ્યા છે, અને અર્જુન તેમની સાથે નથી, ત્યારે તેની બુદ્ધિ બગડી. ઘણા વખતથી તેને દ્રૌપદી પ્રત્યે કામવાસના જાગી હતી. વળી પાંડ પાસે અનેક દિવ્ય શસ્ત્રા છે, એમ પણ તેણે સાંભળ્યું હતું. એટલે બ્રાહ્મણને વેશ ધારણ કરીને એ નરનારાયણના આશ્રમમાં આવ્યો. રાક્ષસ “મંત્રકુશલ” અને “સર્વ શાસ્ત્રવિદ” હતો, એટલે વિદ્વાન બ્રાહ્મણને સ્વાંગ સજતાં તેણે કશી પણ મુશ્કેલી ન અનુભવી.
યુધિષ્ઠિર, ભોળા યુધિષ્ઠિર તે તેને જોઇને અત્યંત પ્રસન્ન થઈ ગયા અને થોડા જ વખતમાં આ જટાસુર યુધિષ્ઠિરના અનુગામી બ્રાહ્મણવર્ગના એક સ્વાભાવિક અંગ જે બની ગયો. લોમશ મુનિ સુદ્ધાં તેના પર વિશ્વાસ રાખતા થઈ ગયા.
પણ જટાસુર તે પિતાની અધમ મુરાદને બર લાવવાને લાગ કયારે મળે તેની વાટ જ સર્વદા જોતો હતો.
એકવાર ભીમસેન મૃગયા માટે ગયેલ અને બીજા બધા આડાઅવળા હતા, એ તક સાધીને તેણે દ્રૌપદીનું હરણ કર્યું. મહાભારત કહે છે કે ફક્ત દ્રૌપદીનું જ નહિ, પણ સાથે સાથે યુધિષ્ઠિર, નકુલ અને સહદેવનું પણ તેણે હરણ કર્યું હતું. સંભવ છે કે જટાસુર એકલો નહિ હોય; તેની સાથે તેના મળતિયાઓ બીજા પણ હશે.
પણ રસ્તે જતાં સહદેવ જટાસુરના બંધનમાંથી જેમતેમ કરીને છૂટ અને તેણે ભીમસેનને બોલાવવા માટે હાકટા કરવા માંડ્યા.
પણ યુધિષ્ઠિર તે આ દશામાં પણ સંપૂર્ણ સ્વસ્થ હતા. સંભવ છે કે મોડે વહેલે ભીમસેન આવી પુગવાને છે એવી ખાતરીએ પણ એમની સ્વસ્થતાને ટકાવી રાખવામાં ફાળો આપ્યો હેય.
યુધિષ્ઠિરે રાક્ષસને સમજાવવા માંડે. સંકટમાં જાણે પતે ન હોય, પણ રાક્ષસ હોય એવી રીતે તેમણે તેને શિખામણ આપવા માંડી.
“તું માને છે, મૂઢ, કે તું અમારું હરણ કરી રહ્યો છે, પણ હકીકત એ છે કે તારા ધર્મનું હરણ થઈ રહ્યું છે અને તેનું તને ભાન નથી (ધમત્તે હીંન્ને મૂઢ).”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com