________________
૨૧૩
પણ એ અવાજમાં ઉશ્કેરાટ કે આવેશ કે ધાકધમકી ન હતાં. શિસ્તબદ્ધ રીતે ચાલતા શાંત માણસને તે અવાજ હતો.
સૌની આગળ પેલે આગેવાન ચાલતો હતો. નજીક આવીને તેણે ભીમસેનને પ્રણામ કર્યા.
ભીમસેનને તે આશ્ચર્ય જ થયું. ઘડી પહેલાંને મગરૂર માનવી જ્યાં, અને અત્યારની આ નમ્રતાની મૂર્તિ કયાં?
આપ ધર્મરાજ યુધિષ્ઠિરના નાનાભાઈ ભીમસેન છે એમ જે આપે મને પહેલેથી જ કહ્યું હોત, તો કેટલું સારું થાત,” ભીમસેનનું કુતુહલ શમાવવા નાયકે શરૂઆત કરી. “મહારાજ કુબેર આપને વધાઈ આપે છે. આપ ચાહે તેટલાં કુલ લઈ જઈ શકે છે.”
૬૪. તેફાન અને શાન્તિ
હવે ભીમસેનના માર્ગમાં એક અંતરાય ઊભો થયો.
જે વાયુને એ પુત્ર મનાતે, હનુમાનની સાથે, તે વાયુ જ હવે એકએક વિફર્યો. એ એટલા બધા વેગથી વિંઝાવા લાગ્યો કે માટી મેટી શિલાઓ પણ પર્વતના અંગમાંથી ઉખડી પડે. મેઘના પ્રચંડ ગડગડાટ સાથે વીજળી શિખરો પર અફળાવા લાગી. ધરતીકંપ થતો હોય એમ પૃવી જાણે એના મૂળમાંથી હલી ઊઠી. રેતીનો વરસાદ વરસ શરૂ થયો. દિશાઓ લાલઘુમ થઈ ગઈ. પશુપંખીઓએ ભયભીત થઈને ચીસાચીસ કરી મૂકી અને અંધકાર સર્વત્ર છવાઈ ગયો.
ગંધમાદન પર ભીમની વાટ જોઇ રહેલ ત્રણેય પાંડવો અને દ્રૌપદી પ્રકૃતિનું આ તાંડવ જોઈને ભીમને માટે ચિંતાતુર બન્યાં.
અને ભીમની તપાસ કરવા માટે ઉત્તર દિશા તરફ ઉપડયાં. દ્રૌપદી, અલબત્ત, ઘટોત્કચ અને તેના રાક્ષસોની પીઠ પર મુસાફરી કરતી હતી.
અને લોમશ આદિ મુનિઓ પણ તેમની સાથે હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com