________________
૨૧૨
“ઠીક ત્યારે, હું કુબેરને જઈને ખબર આપું છું.” એવું મોળું આખરીનામું આપીને અદશ્ય થઈ ગયે.
અને ભીમ, ઘણા વખત પહેલાનો એક પ્રસંગ સંભારીને ખડખડાટ હસી રહ્યો.
તે વખતે પડિ લાક્ષાગૃહમાંથી વિદુરની સલાહ પ્રમાણે દાયેલી સુરંગ વાટે બહાર નીકળ્યા હતા.
ભીમ હિડિમ્બાસુરને મારીને તેની બહેન હિડિમ્બાને પરણ્યો હતો. ઘટોત્કચ નામનો એક પુત્ર પણ તેને આ અરસામાં હિડિમ્બા દ્વારા થયો
હતો.
આ પછી પાંડવો એકચકામાં એક બ્રાહ્મણને ત્યાં ગુપ્ત વેશે મહેમાન તરીકે રહ્યા હતા; અને છેવટે, બ્રાહ્મણપુત્રને બચાવવા અર્થે ભીમે બકાસુરને નાશ કરીને સમગ્ર એકચકાને ભયમુકત કરી હતી.
આ ઘટના પછી પાંચેય પાંડ માતા કુંતી સાથે પ્રવાસ કરી રહ્યા હતા. તે દરમ્યાન એક રાતે તેમણે દૂર વહેતી ગંગાને કલકલ નિનાદ સાંભળે. ગંગાસ્નાનની માતા કુન્તીને ઈચ્છા થઈ આવી, અને બધાય નદી તરફ વળ્યા.
અને ચિત્રરથ નામના ગંધર્વે તેમને પડકાર્યા.
ગંગાને આ પ્રદેશ” તેણે કહેલું, “કુબેર તરફથી મને જાગીર રૂપે મળેલ છે. અહીં હું મારી સ્ત્રીઓ સાથે નિરંતર આનંદેત્સવમાં રમમાણ રહું છું. અહીં આવવાને કાઈને અધિકાર નથી.”
અને અને તેને પાંસરો કર્યો હતો. ચિત્રરથને તેણે દગ્ધરથ કરી નાખ્યો હતો.
માણસે યે છે ને કે!” ભીમ મનમાંને મનમાં કાંઈ ફિલસૂફની અદાથી વિચાર વાગોળવા માંડ્યો. “આ ધરતી મારી છે; અહીં આવવાને કેઇને અધિકાર નથી !”..... અને મોટાભાઈ ધર્મની અને સત્યની વાતો કરતાં ધરાતા જ નથી !
પણ એટલામાં તે તેણે અનેક માણસો પુષ્કરિણી તરફ આવતા હોય તેવો અવાજ સાંભળ્યો. તેણે ફરી ગદા સંભાળી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com