________________
૨૧૦
એકાએક તેના મનમાં કંઈક અજવાળું થાય છે. “આપ છે કેણ, ખરેખર?”
અને પછી હનુમાનની ઓળખ થતાં રાજીરાજી થઈ જાય છે. અને બન્ને ભાઇઓ નિરાંતે બેસીને એકમેક પાસે કાઠા ઠાલવે છે.
એ વખતે ભીમને પણ એ જ શંકા થાય છે, જે આપણને સૌને થાય છે. “ટોતા યુગને વીત્યે આટલો લાંબો સમય થયો, છતાં તમે...........” પિતાના મનની ગડમથલને તે વાચા આપે છે.
મને રામ-કથા અતિ પ્યારી છે” તેના મનની મૂંઝવણ સમજી જઈને હનુમાન તેને જવાબ આપે છે, માટે રામે મને વરદાન આપ્યું છે કે જ્યાં લગી પૃથવીમાં રામકથા ચાલુ રહેશે............ ત્યાં લગી..”
અહીં પણ રામ-કથા થાય છે ત્યારે ?” ભીમે પૂછવું.
“રેજ! ગંધર્વો, કિન્નર, અપ્સરાઓ બધાં સાથે મળીને જ સંધ્યાટાણે મને રામકથા સંભળાવે છે.”
પછી હનુમાન ભીમને એને આ તરફ આવવાનું કારણ પૂછે છે અને દ્રૌપદીએ જોયેલ કમળ નજીકમાં જ આવેલ કુબેરની તળાવડીમાંથી જ આવ્યું હેવું જોઈએ એવું અનુમાન કરી, ત્યાં જવાનો માર્ગ વિગતવાર સમજાવી તેને વિદાય કરે છે.
૬૩. ખબરદાર !
હનુમાને બતાવેલ રસ્તે ભીમ આગળ ચાલ્યો. જેમ જેમ તે આગળ વધતો ગયો તેમ તેમ વાતાવરણમાં તેને સુગંધ વરતાવા લાગી. થોડા વખત પછી તેણે એક સુંદર પુષ્કરિણી (તળાવડી) જોઈ. એ તળાવડીમાં સેંકડો સહસ્ત્રદલ કમળા તેણે જોયાં. આખરે મારી મહેનત ફળી ખરી, તેને થયું. દ્રૌપદીએ મંગાવેલ પુછે હાથ લાગ્યાં ખરાં !
પણ જે તે લેવા જાય છે, તેવો જ એક ભયંકર અવાજ તેને કાને પડેઃ “ખબરદાર ! સાવધાન ! આઘા રહેજે !”
પણ ભીમસેન ભયંકર અવાજોથી ડરતાં શીખ્યો નહોતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com