________________
૨૦૮
તેમ તેમ ભીમ વધારે ને વધારે હિંસક બનતો જાય છે. હિંસક્તાને પણ એક જાતને નશે છે ને !
આમ કરતાં કરતાં કેળનું એક વન આવે છે. હિંસકતાની પરાકાષ્ઠાએ પહોંચેલા ભીમને મૃદુતાની પરાકાષ્ઠા જેવું આ કદલીવન, મનઃસૃષ્ટિની કોઈ અગમ્ય લીલા અનુસાર, વધુ ઉશ્કેરે છે...અને ભીમ કેળના વન ઉપર, ગાડે હાથી ભુલકાંઓ ઉપર તૂટી પડે તેમ તુટી પડે છે. કદલી–વનનાં હજારો પક્ષીઓ હદય–દ્રાવક ચિત્કાર સાથે પડતી કેળનો ત્યાગ કરીને આકાશ-માગે કોઈ નવા આશ્રયની શોધમાં જાય છે. ભીમ તેમની પાછળ પડે છે. અને થોડા જ વખતમાં એક સુંદર સરોવરને કિનારે આવી પહોંચે છે. દર્પ મત અને હિંસા-તત ભીમ એ સરેવરના નિર્મળ નીરમાં કૂદીને નિરાંતે સ્નાન કરે છે. હાઈને બહાર આવતાં વેંત ભીમસેન શંખ ફેંકે છે. શંખના એ અવાજથી એ પ્રદેશમાં વસતા તમામ હિંસક પશુઓ ત્રસ્ત થઈને કારમા અવાજો કરતાં કરતાં નાસ.નાસ કરવા માંડે છે, અને ગન્ધમાદન પર્વત એક ભયંકર ચિકારરૂપ બની રહે છે.
ભીમને આ ભયાનક શંખધ્વનિ એ પ્રદેશમાં દેવ-યાન માર્ગના નાકા પર ત્રેતા યુગથી બેઠેલ હનુમાનજીનું ધ્યાન ખેંચે છે. આ શંખધ્વનિ એમણે રામ-રાવણના યુદ્ધ પછી આ પહેલી જ વાર સાંભળ્યો છે. આ શંખધ્વનિ કરનાર બીજે કઈ નહિ, પણ પિતાને ભાઇ પવનકુમાર ભીમ જ હે જોઈએ એવી, તેની ખાતરી છે.
હનુમાને પેલા શંખધ્વનિ ઉપરથી અનુમાન કર્યું કે આ તો મારો ભાઈ ભીમ છે, ત્યારે પહેલું કામ તેણે દેવ-યાનનું નાકું પૂરેપૂરું બંધ કરવાનું કર્યું. તે આખા નાકાને રેકીને બેસી ગયા. અને પછી પિતાનું પૂંછડું ધરતી પર પછાડીને એક એવો અવાજ કર્યો જે ભીમસેને કરેલ પેલા શંખનાદની સ્પર્ધા કરે.
અવાજ સાંભળીને ભીમ દોડો. દેવયાનને રસ્તા આડે એક મહાવાનરને આંખો મીંચીને બેઠેલે તેણે જોયું અને તેણે ત્રાડ પાડી.
આટલો બધે ઘાટ શા માટે કરે છે?” માંડ આંખે ઉઘાડીને બેલતો હોય એવા અવાજે હનુમાને કહ્યું : “મારા જેવા એક વૃદ્ધ અને માંદલા વાનરને આમ હેરાન કરવામાં તને ફાયદો શો મળે છે? દેખાય તે છે તું મનુષ્ય ! છતાં આવો કઠોર કેમ છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com