________________
૨૦૭
પડેલે કોઈ ફુરસદિય ટુરિસ્ટ નથી. વ્યાસજી કહે છે કે આવી અલૌકિક સૌન્દર્યસૃષ્ટિ વચ્ચે પણ ભીમ સંમવિવિયાનું જ્ઞાન દુર્યોધન9તાન વહુ. “દુર્યોધને સરજેલી વિવિધ આપત્તિઓને યાદ કરી રહ્યો છે.” અને, ચિન્તા કરી રહ્યો છે કે
सोऽचिनीयद् गते स्वर्गेऽर्जुने मधि चागते।
पुष्पहेतोः कथं त्वार्यः करिष्यति युधिष्ठिरः ।। “અર્જુન સ્વર્ગમાં છે, અને હું અહીં આવ્યો, હવે મોટાભાઈ કુલ કેની પાસે મંગાવશે !”
મેટાભાઈની હાજરીમાં તેમની “બ્રાહ્મણિયા નિષ્ક્રિયતા” માટે આકરામાં આકરા મેણું દેનાર ભીમનું હૃદય અંદરખાનેથી મોટાભાઈ પ્રત્યે કેટલું સાદર સુકેમળ છે! પણ હજુ આગળ સાંભળો, વ્યાસજીને ઃ
स्नेहान्नरवरो नूनमविश्वासाद् बलस्य च ।
नकुल सहदेव च न मोक्ष्यति युधिष्ठिरः ॥ સ્નેહને લઈને તેમજ શકિતના અવિશ્વાસને કારણે વડીલ સહદેવનકુલને નહિ જ મોકલે.”
ભીમ, સગો ભાઈ, સગાભાઈને ઓરમાનભાઈ પર અદકે પ્રેમ છે તે જાણે છે, અને તે વાતનું અનુમોદન કરે છે. આ કુતીના પુત્રો અને આ માદ્રીના પુત્રો-એ ભેદ જ સમૂળગો ગળી ગયો, તેની પાછળ કુન્તીની ઉદારતા તે ખરી જ, પણ યુધિષ્ઠિર, ભીમ અને અર્જુનનું નાના બે ભાઈઓ માટેનું વિશુદ્ધ વાત્સલ્ય પણ એટલું જ.
ભીમ, આમ, પૂર્વોત્તર દિશાભણું ચાલ્યા જાય છે. રસ્તે હરિણે તેને નિર્ભયપણે નીરખી રહ્યાં છે એમ વ્યાસજીએ કહ્યું છે એ વાત સાચી પણ ભીમ સાવ નિરુપદ્રવી નથી.”
હરિણીને તે કશી જ ઈજા નથી પહોંચાડતો એ વાત ખરી, પણ સિંહ વાઘ હાથી આદિ મહાકાય અને હિંસક પશુઓને તે તે કાળ જ છે ને પશુઓ એને જોઈને જેમ જેમ થરથરે છે, અને નાસવાની કેશિશ કરે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com