________________
૨૦૫
રૂપને વાચક છે. “ઈતિહ-આસ” એટલે “આમ હતું, એમ અમે સાંભળ્યું છે. વાંચ્યું છે એમાં દંતકથાઓને પણ સમાવેશ થઈ જાય છે
પણ દંતકથા કહી, એટલે તે કેવળ ટાઢા પહોરના ગપોડા જ હોય એમ માનવાનું કશું જ કારણ નથી. દંતકથાઓ કંઈ શૂન્યમાથી નથી સરજાતી. પ્રચલિત હવામાંથી તે સરજાય છે. પુરવાર થયેલી હકીકતોની સાથે કદમ મિલાવીને એ ન ચાલે તો એ ટકી પણ ન શકે.
દંતકથાઓની આકરામાં આકરી કસોટી સમય છે. કેઈએ ભાંગ પીને એક ગપગોળો વહેતો મૂકો કે ફલાણા ગામમાં દર શનિવારે રાતે હનુમાન દેખાય છે; થોડા અંધ ભાવિકે શેડોક વખત એ વાતને માની પણ લે; પણ સમયની કસોટીએ એવી વાતો ટકી શકતી નથી.
જગતના હજારે વરસના ઈતિહાસમાં લાખ દંતકથાઓ પ્રચલિત થઈ હશે; તેમાંથી કેટલી થેડી, કેટલા સ્વપ૯૫ ટકા આજ સુધી ટકી છે એ વિચારીએ છીએ ત્યારે દંતકથાઓની પાછળ પણ અમુક નિશ્ચિત પ્રકારનું “પ્રમાણુ” હોય એમ લાગ્યા વિના નથી રહેતું.
આનો અર્થ એવો પણ નથી કે જે દંતકથાઓ અત્યાર સુધી ટકી રહી છે તે બધાને તેમના શબ્દાર્થમાં, સ્થૂલ અર્થમાં, સંપૂર્ણ સાચી સમજવાની છે. દંતકથાઓની પાછળ કંઈ ને કંઈ અતિહાસિક કે સામાજિક રહસ્ય હોય છે. એમના વાચ્યાર્થીની પાછળ રહેલું આ રહસ્ય વાંચનારે કે સાંભળનારે ખેળી કાઢવાનું રહે છે. એ રહસ્ય હાથ લાગતાંવેંત એને એ અનુભવ થશે કે “ઇતિહાસની શંખલાબદ્ધ હકીકતોમાં એકાદી કડી કયાંક ખૂટતી હતી તે આવી ગઈ
ગધમાદન પર્વત પર પાંડ છ રાત પડાવ નાખીને રહ્યા હતા તે દરમિયાન એક નાનકડા બનાવ બન્યો.
વાયુની લહેરમાં ઉડતું ઉડતું એક કમળ તેમની પાસે આવ્યું. એ કમળને હજાર પાંખડીઓ હતી. એમાંથી તેમણે આજ સુધી કદી પણ નહિ અનુભવેલી એવી માદક સુગંધ આવતી હતી. ( ગન્ધમાદન એ નામનો અર્થ જ એ છે કે પોતાની ગધથી યાત્રીઓને મત્ત કરનાર પર્વત.')
એ કમળ પૂર્વોત્તર દિશામાંથી આવ્યું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com