________________
२०४
સહદેવ નકુલ અને યુધિષ્ઠિર, ધૌમ્ય અને લેમશ અને મુનિઓ, જેને જ્યાં એથી મળી ત્યાં, કુદરતને કેપ શાન્ત થાય તેની સ્થિર ચિત્તે પ્રતીક્ષા કરી રહ્યા હતા.
આખરે વંટોળ શમ્યો
પણ વાયુને ઉપદ્રવ શમતાં વેંત જળને ઉપદ્રવ શરૂ થયો. સાતે ય સાગરો પર્વતને માથે ઠલવાતા હોય એમ મુસળધાર નહિ, પણ ડુંગરધાર વૃષ્ટિ થવા માંડી, અને જોતજોતામાં આખાય પ્રદેશ અનેક નદીઓના સંગમસ્થાન જેવો બની ગયો.
પણ દુનિયામાં દરેક આફતનો જેમ વહેમોડે અંત આવે છે, તેમ આ પ્રલવર્ષાને પણ આખરે અંત આવ્યો. વરસાદ થંભ્યો; પાણુ ઓસર્યા; આકાશ સ્વચ્છ થયું, અને ભગવાન સહસ્રરશ્મિ ફરી પોતાનાં રશ્મિઓ ફેલાવવા માંડયા.
જડની ઓથ લઈને ઊભેલ ચેતન હવે સળવળવા માંડયું. પ્રત્યેક જણ પિતે જ્યાં ઊભું હતું ત્યાંથી ચાલીને મહારાજ યુધિષ્ઠિર કને પહોંચી ગયું.
અને પછી લોમશ અને ધૌમ્ય તરફથી ઈશારો મળતાં સૌ હવે નજીકમાં જ દેખાતા ગંધમાદન પર્વતને રસ્તે ચઢયાં.
પાવન સ્થળ જોતાં જોતાં છ રાત્રિએ તેમણે અહી, હિમાલયના આ પ્રદેશમાં જ, પસાર કરી.
૬૨. ભીમ હનુમાન મેળાપ
પ્રકરણનું મથાળું વાંચીને જરા નવાઈ ઉપજે એવું છે. કયાં ભીમ, કયાં હનુમાન ! એક કલિકાલ અને દ્વાપરયુગની સંધિ વખતે થયો, એટલે કે, પુરાણકારોની ગણતરી પ્રમાણે, પાંચ હજાર વરસ પહેલાં, અને બીજે ત્રેતાયુગમાં એટલે (એજ ગણતરી પ્રમાણે) લાખ વરસ પહેલાં !
પણ ઇતિહાસ સાથે દંતકથાને જોડી દેવાની માનવી માત્રને આદત છે. ગ્રીસ અને રોમના કહેવાતા ઇતિહાસો એની સાક્ષી પૂરે છે.
હકીકતમાં “ઈતિ-હ-આસ (ઇતિહાસ) શબ્દ જ ઇતિહાસના આ સ્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com