________________
૨૦૬
દ્રૌપદીએ તે જોયું અને ઉપાડી લીધું. તેને સ્પર્શ પણ અદભુત અસર ઉપજાવનારો હતે. દ્રૌપદીને થયું –આવું સહસ્ત્રદલ કમલ તો મહારાજ યુધિષ્ઠિરને ચરણે જ શોભે !
પણ કમલ લઈને યુધિષ્ઠિર પાસે જતાં તેને વિચાર આવ્યો. આ કમલ જ્યાંથી આવ્યું હશે, ત્યાં આવાં તો અસંખ્ય કમળો હશે. શા માટે એ ત્યાંથી વીણી વીણીને અહીં ન લાવી શકાય? શા માટે આવાં જ કમલો. અમે જે વનમાં રહીએ છીએ ત્યાં પણ ન ઉગાડી શકાય ?
તેણે ભીમ સામે જોયું. ભીમ તેના હૃદયની વાત તરત જ સમજી ગયે. પાંચાલીને હદયની બધી જ ઈચ્છાઓને પૂરી કરનાર અર્જુન હજુ સ્વર્ગમાં જ હતો. એની ગેરહાજરીમાં દ્રૌપદીની આ નિર્દોષ ધૂનને પૂરી કરવાની જવાબદારી પોતાની છે, એમ ભીમને લાગ્યું. અને મોટાભાઈને પ્રમ કરી અને નકુલ-સહદેવને પડાવ પર ચાંપતી નજર રાખવાની ભલામણ કરીને તે પૂર્વોત્તર દિશામાં નીકળી પડયો.
મહાભારતકારે અહીં ભીમની આંખે હિમાલયનો પ્રદેશ કેટલો સુન્દર દેખાયો તેનું વર્ણન કર્યું છે, જેમાં કેટલાક લે કે તે કાવ્યથી ભારોભાર ભરપૂર છે. જેમકે,
પડખાં પર પડેલાં વાદળાને કારણે, તે પાંખાળો હોય અને નાચતે હોય એમ લાગતું હતું. વહેતાં ઝરણાંના ઝીણાં ઝીણાં ખેતીની સેરે જેવા પ્રવાહને કારણે તેણે જાણે મોતીની માળાઓ પહેરી હોય એમ લાગતું હતું અને જાહવીનાં શાન્ત જળ નીચે વહી રહ્યાં છે તેને કારણે એ જાણે ધીરે ધીરે પિતાનું વસ્ત્ર ઊતારી રહ્યો હોય એવો દેખાતા હતા.”
ભીમનું વર્ણન કરતાં વ્યાસજી લખે છેઃ “મેઢામાં ઘાસનો કેળિયા લઈને નજીકમાં જ ઊભેલાં મૃગ તેને ડોકાં ફેરવીને, નિરાંતે, નિર્ભયપણે કુતૂહલથી નીરખી રહ્યાં હતાં.”
રઘુવંશમાં કવિ કાલિદાસે વસિષ્ઠ મુનિના આશ્રમમાં જતા દિલીપનું વર્ણન કરતાં પણ આમ જ કહ્યું છે તે જોતાં કાલિદાસ ઉપર વ્યાસનું ઋણ આપણે ધારીએ છીએ તેથી અનેકગણું વધારે હશે એમ નથી લાગતું ?
પણ ભીમ તે ભીમ છે! એ કાંઈ હિમાલયનું સૌંદર્ય માણવા નીકળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com