________________
૨૨ ૦
૬૭. કોણ હશે આ કુબેર ?
પુરાણરસિયું લોકહદય તે કુબેરને “કુબેર ભંડારી” તરીકે ઓળખે છે. દેવતાઓને એ કેશાધ્યક્ષ છે. એને ભંડાર અભરે ભર્યો છે. કાલિદાસે એને “ધન–પતિ” કહ્યો છે અને એની નગરી “ અલકા ”ને મેઘદૂતમાં અમર કરી છે.
પણ પરાણેની વર્ણવ્યવસ્થા પ્રમાણે જોઈએ તો એ “દેવ” નથી. યક્ષો જ ફકત નહિ, યક્ષો ઉપરાંત ગંધર્વો, કિન્નરો, જિંપુરૂષો, અપ્સરાઓ, બધાય એની સેવા કરે છે. (આજના “કુબેરોને પણ કયાં કમીના હોય છે, જુદી જુદી જાતિના સેવકની )
વળી આ કુબેર રાવણને ભાઈ છે, છતાં રાક્ષસો માં એની ગણતરી નથી. ભીમે જેને માર્યો, એ મણિમાન નામને રાક્ષસ એનો મિત્ર છે એ ખરું, પણ એ પતે રાક્ષસ નથી. એ હિમાલય ઉપર રહે છે. ગંધમાદન પર્વત અને મેરુ પર્વત વચ્ચે કયાંક એનું રહેઠાણ છે. કૈલાસથી એ ઝાઝું દૂર નથી.
પુષ્પક વિમાનને એ મૂળ માલિક છે. એની પાસે એ વિમાન કયાંથી આવ્યું, કોણ જાણે ! રાવણે એને હરાવીને એ વિમાનને એની પાસેથી પડાવી લીધું હતું. એ વિમાનમાં રામચંદ્રજી, સીતાજી, વિભીષણ, હનુમાન, સુગ્રીવ આદિ સાથે અયોધ્યા આવ્યા હતા. રામચંદ્રજીએ કાર્ય પૂરું થતાં એને કુબેર પાસે મોકલી આપ્યું હતું એ પણ ઉલ્લેખ છે.
કુબેર, રાવણ, કુંભકર્ણ અને વિભીષણ ચારેય ભાઈઓ છે. ચારેય પુલત્ય ઋષિના પુત્ર છે, જે ઋષિની ગણના સપ્તર્ષિઓમાં થાય છે. ટુંકામાં આર્ય ક૯૫નાએ ઊંચામાં ઊંચા માનેલ ખાનદાનમાં ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળા આ ચારેય ભાઈઓને જન્મ થયેલ છે. કુબેર વૈભવપ્રિય છે. રાવણ સત્તા-શેખી અને હું-પદ-પ્રિય છે; કુંભકર્ણને આ જગતમાં જેના ખાતર જાગવાનું મન થાય એવું કશું જ દેખાતું નથી; અને વિભીષણ એ ત્રણેયથી તદ્દન ઉલટી પ્રકૃતિને-વિશુદ્ધ હૃદયને વણવ છે.
પુલસ્યના આ ચાર પુત્રોને મહાભારતના આદિપુરૂષ વ્યાસના ચાર પુત્રો સાથે-શુકદેવ, ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર સાથે સરખાવવા જેવા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com