________________
૧૯૪
ઉર્વશીને માટે આ તદ્દન નવો અનુભવ હતો. હજાર વર્ષના તેના આયુધ્યમાં “આપની સેવાની મને કશી જ જરૂર નથી !” એવા શબ્દો તેને કેઈએ નહોતા સંભળાવ્યા; બલકે તેને અનુભવ તે એવો હતો કે પુરુષો તેના ઉપર લદ બનીને ચૂઈ પડતા ! પતંગિયા જેમ આગમાં ઝંપલાવે તેમ પુરષો તેના રૂપની આગમાં બળીને ભસ્મ થઈ જતા. ઋષિમુનિઓ પિતાની આખી જિંદગીના તપને એના સહચારની એક ઘડી માટે ધૂળમાં મેળવવા તૈયાર થઈ જતા. ત્યારે આ જુવાન....આ પાંડુપુત્ર...
મહારાજ ઈન્દ્ર મારે ખાતર આપને ખૂબ જ તકલીફ આપી, દેવી !” વિચાર-સમુદ્રમાં ગોથાં ખાતી ઉર્વશીને અને ફરી સંભળાવ્યું. “હું એમના વતી અને મારા પિતાના વતી આપની ક્ષમા માગું છું. ”
ઉર્વશીને ખૂબ ગુસ્સો ચડ્યો. પિતાની આવી અવગણના તેણે કદીયે જઈ નહોતી.
“મહારાજ ઇન્કે મને તમારી પાસે કે એમ ને એમ નથી મોકલી !” ગુસ્સાના આવેશમાં તે બોલી ઊઠી, “તમારું મન વર્યા પછી જ તેમણે મને અહીં આવવાની આજ્ઞા આપી છે !'
અર્જુન તે આભો જ બની ગયો. ઉર્વશીના સહવાસનું મન પોતાને કદી પણ થયું હોય, અને એ વાત તેણે ઈન્દ્રને કદી પણ જણાવી હેય એવું તેને યાદ નહોતું.
“મહારાજની કૈક ગેરસમજ થઈ છે, દેવી!” અત્યંત ક્ષોભ અનુભવતાં તે બેલ્યો.
થઈ હશે!” ઉર્વશી લાગલી જ ગરજી ઊઠી, “મહારાજની ગેરસમજ કદાચ થઈ હશે, પણ મારું શું? મારી તો ગેરસમજ નથી થઈ ને ? હજુ થોડા જ વખત પહેલાં તમારી સામે હું નાચી રહી હતી ત્યારે તમે, જે રીતે મારા તરફ જઈ રહ્યા હતા...તે જોતાં...”
અર્જુનને હવે ક પ્રકાશ વરતાવા લાગ્યો. નૃત્ય વખતે બીજી અનેક અપ્સરાઓ તેની નજરે ચઢી હતી, પણ એકકેય તેને જોવા જેવી નહોતી લાગી, જ્યારે આ ઉર્વશીના સૌંદર્યનું પાન તેણે ઘૂંટડા ભરીભરીને કર્યું હતું ! તેની પાછળ કઈ વૃત્તિ હતી ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com