________________
૧૯૫
અર્જુન ઊભો થઈને ઉર્વશીને ચરણે નમી પડયો. “આ શું કરો છો ? ક્રોધ ઉગ્રતાની ટોચે પહોંચે.
“નૃત્ય વખતે કરવા માગતા હતા તે જ, દેવી!” અર્જુને ખૂબ મધુરતાથી ખુલાસો કર્યો. “નૃત્ય વખતે હું આપની સામે એકીટશે જોઈ રહ્યો હતો, દેવી, પણ તે શા માટે, જાણે છે? ફકત એટલા જ માટે કે હું પૌરવકુળને છું અને આપ પરવકુળની માતા છે !'
ઉર્વશીને પ્રથમ તે પિતાના પર વીજળી પડી હોય એમ લાગ્યું, પણ પછી ક્ષણાર્ધમાં જ તે સાવધ થઈ ગઈ
પિતાના પગ પાસે બેઠેલ અર્જુનના કશમાં જનેતાને હાલપભર્યો હાથ ફેરવતાં ફેરવતાં તે ડૂસકાં ભરી ભરીને રોવા માંડી.
અને તે પછી કેટલી યે વાર સુધી મા-દીકરાનું એ વિચિત્ર યુગલ પૌરવકુળના ઈતિહાસની સાથે એકરૂપ થઈ રહ્યું. કથા કહે છે કે –
व हि मे मातृवत् पूज्या
रक्ष्योऽहं पुत्रवत् त्वया ॥ તમે મારા માટે માતાની પેઠે પૃય છો, અને હું તમારે માટે પુત્રની પેઠે રક્ષણવ છું.” એવી અર્જુનની આજીજીના પ્રત્યાઘાત રૂપે ઉર્વશી પહેલાં તો ખૂબ જ ગુસ્સે થઈ ગઈ હતી અને એ ગુસ્સાને આવેશમાં અર્જુનને તેણે શાપ આપ્યો હતો કે “કામબાણને વશ થયેલી એવી હું તારા પાસે આવી અને તે મારો અનાદર કર્યો તેથી જા, તું સ્ત્રીઓની વચ્ચે માનવિહીન નપુંસક જેવો બનીને નાચ્યા કરીશ.' ૧ ઉર્વશી પુરુરવાને પરણી હતી અને એ પુરુરવાના જ કુળમાં અર્જુનને
જન્મ થયો હતો. અજુનને “પૌરવ' તરીકે પણ સંબોધવામાં આવે છે. વિક્રર્વશીયમ્ નામે મહાકવિ કાલિદાસનું નાટક કર્વશી અને પુરુરવાના પ્રણયની આસપાસ જ ગુંથાયું છે.
इयं पौरवव शस्य जननी मुदितेति ह।
त्वामह दृष्टवांस्तत्र विज्ञायोत्फुल्ललोचन: । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com