________________
૧૯૯
વધુ પડતો ઊર્મિલ, અ-સમતલ અને ભળે હેવાને કારણે કોઈ કોઈ વાર દુર્યોધનની મીઠી વાતોથી તે ભેળવાઈ જતા, પણ ધર્મ પાંડવોને પક્ષે છે એ સત્ય, તે વખતે પણ, તેઓ વિસરી જતા નહિ.
પણ આ વખતે તે બલરામે હદ જ કરી છે. યુધિષ્ઠિર પ્રત્યે તેમણે કેવળ શાબ્દિક સહાનુભૂતિ જ નથી બતાવી. તેમણે તો કૃષ્ણ પાસે એક સક્રિય પ્રસ્તાવ પણ મૂકો કે “ચાલે, યાદવોના સૈન્ય સાથે આપણે દુર્યોધન ઉપર આક્રમણ કરીએ અને તેને હરાવીને પાંડવોનું રાજ્ય પાંડવોને પાછું
અપાવીએ.”
આ વખતે કૃષ્ણ પોતાના મોટાભાઈને જે ખૂબીથી સમજાવ્યા છે તે જોવા જેવી છે. પાંડવોના–અને ખાસ કરીને યુધિષ્ઠિરના માનસ પર તે સારા પ્રકાશ પાડે છે; ઉપરાંત પાંડેની શકિતનું સાચું મૂલ્યાંકન પણ તે રજૂ કરે છે.
“તમારી લાગણી માટે યુધિષ્ઠિર તમારો ઉપકાર માનશે, મોટાભાઇ,” શ્રીકૃષ્ણ કહે છે, “પણ તમે આમ તેમના ઝગડામાં વચ્ચે પડો એમ તો તે નહિ જ ઈચછે!
પણ આપણે કયાં એના પર પાડ ચઢાવવા માટે આમ કરીએ છીએ? આપણે તે “ધર્મના પક્ષને અન્યાય થઈ રહ્યો છે તેની વહારે ધાવાનું છે !”
એ ખરું મોટાભાઈ, પણ “ધર્મ' ના પક્ષને અન્યાય થઈ રહ્યો છે, તેને સામનો કરવાની શકિત યુધિષ્ઠિરમાં નથી એ શા પરથી જાણ્યું ?”
“યુધિષ્ઠિર પાસે શકિત છે, તો પછી તે વાપરતો કેમ નથી?” કારણ કે ધર્મ' એને આડો આવે છે. શ્રીકૃષ્ણે કહ્યું.
એ કેવી રીતે ?” “યુધિષ્ઠિરે જુગારમાં બોલાયેલી શરત કબૂલ રાખી હતી. હારે તે પક્ષ બાર વરસ વનવાસ ભોગવે, અને તેરમું વરસ અજ્ઞાતવાસમાં કાઢે. યુધિષ્ઠિર પિતે આપેલા આ વચનમાંથી હવે ચાતરવા નથી માગતો. સત્યને એનો આગ્રહ એને એમ કરતાં રોકે છે. ”
પણ જુગારમાં એની હાર થઈ તે શકુનિએ કરેલ કપટને કારણે જ તે?” બલરામે યુધિષ્ઠિર–પક્ષે દલીલ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com