________________
૨૦૦
એ ખરું! પણ શકુનિ કપટ કરે છે, એ જાણવા છતાં પોતે જુગાર રમવા કબૂલ થયેલા, એટલે હવે કપટની વાત વચ્ચે લાવીને બેલેલ બોલથી એ ફરવા નથી માગતો !.......અને એક બીજી વાત પણ છેમોટાભાઈ ?”
“શી?”
“યુધિષ્ઠિર જે વચન-પાલનને આગ્રહ જાતે કરવા તૈયાર થાય, તે દુર્યોધનને હરાવવો એ તો તેના માટે રમત વાત છે! વનવાસ દરમિયાન અનેક વાર દુર્યોધને પાંડવોના વિનાશનાં કાવતરાં કર્યા છે. એમાંથી એક પણ સફળ નથી થયું તે તેની આ શકિતને લીધે જ.”
સમજો ” “અને એક ત્રીજી અને છેલ્લી વાત, મેટાભાઈ. ધારો કે યુધિષ્ઠિરમાં એવી શકિત ન હોત તે પણ, પાંડવો એવા ટેકીલા છે કે કોઈ બીજાએ બક્ષીસ લેખેદાન લેખે-આપેલું રાજય તેઓ કદી સ્વીકારે જ નહિ ! એમને તે સ્વભુજાજિત જ બધું જોઈએ!”
આ પ્રસંગ પછી યુધિષ્ઠિર અને પાંડવા માટેનું બલદેવનું માન અનેકગણું વધી ગયું એ કહેવાની પણ ભાગ્યે જ જરૂર હોય.
૬૧. હિમાલયની ગેદમાં
“એક મારી વાત માનીશ, ભીમ ? ” “આપની આજ્ઞાનો મેં કદી અનાદર કર્યો છે, મોટાભાઈ ?”
“ તે હું જાણું છું, માટે જ કહું છું. સંભવ છે કે હવે પછી હું જે કહેવાનો છું તે તને બદદુ લાગે. પણ બધી ય બાજુએથી વિચાર કરી જોઇશ, તે તને મારી વાત બરાબર સમજાશે.”
“પણ આપ કહેવા શું માગો છો ?”
“એટલું જ કે નકુલ, સહદેવ અને આ દ્રૌપદી ત્રણેયને લઈને તું અહીં ગંગા-દ્વારમાં જ રહી જા.”
કારણ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com