________________
૧૯૮
અને પછી ગંગાને કાંઠે કાંઠે તેઓ ઠેઠ પૂર્વ-સાગર સુધી પહોંચ્યા. ત્યાંથી કલિંગ દેશ સોંસરા થઈ, દક્ષિણનાં તીર્થોની યાત્રા કરી. ત્યાંથી પશ્ચિમ તરફ વળ્યા. અને છેલ્લે, સૌરાષ્ટ્રમાં આવ્યા.
સૌરાષ્ટ્રમાં પ્રભાસ તીર્થે શ્રીકૃષ્ણ અને તેમના મોટાભાઈ બલરામની આગેવાની નીચે યાદવોએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું. હસ્તિનાપુરમાં જુગાર ખેલાયે, ત્યાંથી માંડીને ચાર પાંડવો અને પાંચમી દ્રૌપદી તીર્થયાત્રાએ નીકળ્યાં ત્યાં સુધીની બધી જ વાત યાદવોએ સાંભળી હતી. વરસે દરમિયાન જે કંઈ બન્યું હતું તેના અવલોકન અને અભ્યાસ પછી યાદવોની ખાતરી થઈ ગઈ હતી કે પાંડવો અને ધૃતરાષ્ટ્રના પુત્ર એ બે પક્ષેમાંથી ન્યાય, સત્ય અને ધર્મ પાંડને પક્ષે જ વધારે હતા. એટલે મૃગચર્મ ધારણ કરેલા અને વિભવ તેમ જ વાહન વગરના પાંડને પ્રભાસ પાસે જોતાં વેંત ઊમિલ બલરામનું હૈયું ભરાઈ આવ્યું. અત્યંત કટુતાથી તેમણે કૃષ્ણને કહ્યું :
“તું હંમેશા ધર્મ, ન્યાય, સત્ય અને ઈશ્વરની વાત કર્યા કરે છે. પણ દુર્યોધન જેવા હલકટ માણસો હસ્તિનાપુરના રાજમહેલમાં લહેર કરે, અને યુધિષ્ઠિર જેવા ધર્મના અવતારે આમ ભૂંડે હાલ ધરતીની ધૂળ ખૂ –– એ જોઈને મને તે શંકા આવે છે કે ઈશ્વર ઊંઘી તો નથી ને ને!”
સાચે જ મહાભારતના વનપર્વમાં આ પ્રસંગે બલરામે વિશ્વમાં પ્રવર્તતી વિષમતાની સામે પ્રહાર કર્યા છે તે આજના કવિઓની
મને એ જ સમજાતું નથી આવું શાને થાય છે? ફૂલડાં ડૂબી જતાં ને પથરો તરી જાય છે! –જેવી પંકિતઓમાં વ્યકત થતી કટુતાને પણ આંટી જાય એવા છે.
૬૦ કૃષ્ણ બળદેવને સમજાવે છે
સાધારણ રીતે એવી માન્યતા છે કે દુર્યોધન બલરામને શિષ્ય હતા તેથી બલરામ હંમેશા દુર્યોધનનું જ તાણતા. આ માન્યતા કેટલી ભૂલભરેલી છે, તે આ પહેલાંના પ્રકરણમાં આપણે જોઈ ગયા.
હકીકત એ છે કે બલરામને સ્વભાવ, કૃષ્ણની સરખામણીમાં કંઈક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com