________________
૧૯૬
આ શાપની વાત અર્જુને પોતાના કલાગુરુ ચિત્રસેનને ખાનગીમાં કરી અને ચિત્રસેને ઇન્દ્રને કરી. ઈન્દ્ર આ વૃત્તાંતથી પ્રસન્ન થયો. અર્જુનને બોલાવીને તેણે કહ્યું. “એક રીતે ઉર્વશીને આ શાપ તારા માટે આશીર્વાદરૂપ થઈ પડશે. અજ્ઞાતવાસ દરમ્યાન એક વર્ષ તું નપુંસકરૂપે તારી જાતને છુપાવી શકીશ; અને એ એક વર્ષને અંતે તારું પુરુષત્વ તને ફરી પ્રાપ્ત થશે.”
૫૯. પથ્થર તરી જાય છે!
અર્જુન એ પાંડવોને પ્રાણવાયુ છે. કૃષ્ણ એ જમાનામાં બધાં જ મંગલ તોના પ્રતિનિધિ છે, (અથવા કહે કે અમંગલ તની સામે મુઠ્ઠીભર મર્દો મારફત નિરંતર ચાલતી જેહાદના પ્રતિનિધિ છે) અને પાંડવો એ મંગલ તના પુરસ્કર્તાઓ છે અને અર્જુન એ પાંડવો અને કૃષ્ણ વચ્ચે સ્વયંનિર્મિત સેતુ છે. યુધિષ્ઠિર જેમ પાંડવોની સત્યનિષ્ઠા અને ધર્માનુરાગની બાંહેધરી છે, તેમ અર્જુન એમના અપ્રતિમ અને અણનમ પરાક્રમની અને અંતિમ અને વણ–અપવાદ વિજયની ખોળાધરી છે.
આવા અર્જુનને વનવાસ’માંથી પણ “વનવાસ’માં મોકલવો પડ, એ કંઈ પાંડવોને માટે જેવા તેવા સંતાપની વાત નહતી. દિવ્ય શસ્ત્રાસ્ત્રોની સાધના માટે અર્જુન પાંચ વર્ષ સ્વર્ગમાં રહ્યો.
આ પાંચ વર્ષના વિયેગસને શરૂઆતને થોડોક ભાગ પાંડવોએ જતા આવતા ઋષિ-મુનિઓના સમાગમમાંથી મળતી પ્રેરણાની દૂફમાં, “તવન અને કામ્યક વનમાં જ ગાળ્યો. નળાખ્યાન જેવાં આખ્યાને પાંડવોને અહીં જ બૃહદશ્વ જેવા મુનિઓ પાસેથી સાંભળવા મળ્યાં. સૌ જાણે છે કે પાંડવોના મનોરંજન માટે જુદા જુદા મુનિઓ તરફથી થયેલ આખ્યાને અને ઉપાખ્યાનનું એક વિશાળ વન, મહાભારતના આ ત્રીજા પર્વ માં– વનપર્વમાં આવેલું છે.
પણ પાંડવોનો સંતાપાગ્નિ હવે આખ્યાને દ્વારા પણ શાંત થાય એમ નહોતો. જેમ જેમ વખત જતા ગયા, તેમ તેમ તેઓ વધુ ને વધુ અકળાતા ગયા. આખરે સ્વર્ગમાંથી અર્જુનના કુશળ સમાચાર લઈને આવેલ લેમશ તથા નારદ મુનિની સલાહથી તેમણે, અર્જુન-વિરહના પોતાના સંતાપને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com