________________
૧૯૭
કંટક હળવા કરવા માટે તી યાત્રાએ નીકળવાનેા નિશ્ચય કર્યો. તેમણે ભારતવર્ષની પગપાળા યાત્રા શરૂ કરી.
એક ઠેકાણાના સમાચાર ખીજે ઠેકાણે પહેાંચાડવાના આજનાં જેવાં કાઇ ઝડપી સાધને તે વખતે નહેતાં, છતાં ઉપખંડ જેવડા વિરાટે આ દેશને ખૂણે ખુણે બનતા મહત્ત્વના સમાચારાથી ભારતવર્ષના લેકે હરહમેશાં વાક્ રહેતા. આનાં ઘણાં કારણેામાં એક, અહીંના લેકાનું તીર્થોની પગપાળી યાત્રા માટેનું આકર્ષણ છે એમ જરૂર કહી શકાય. આમ તા દેશના તમામ રાજમાર્ગો અને આડમાર્ગો, ચામાસાના ચાર મહિના બાદ કરતાં બાકી આઠે આઠ મહિના વણઝારા અને વેાળાવિયાએથી હરહમેશ ગાજતા જ રહેતા. ઉપરાંત, ના, વિટા, નૃત્યકારા, જાદુગરા, મદારીએ, ક્રીડામલે–લાકાનુ મનેરંજન એ જ જેમની આજીવિકાનું એક માત્ર સાધન હતું એવા વર્ગો પણ ‘લીલા ચારા'ની શેાધમાં દેશની ધરતીને અખંડ ખૂંદતા રહેતા.
આમાં, કાઇ પણ ડેકાણે એકથી વધુ રાત ન રાકાવું—આવા નિયમવાળા સાધુ સંન્યાસીએ પણ જ્યાં જુએ ત્યાં નજરે પડવાના જ ! આ બધામાં, આપણા આ તી-રસિયા યાત્રીઓના સથૈને ભેળવા તેા એ જમાનામાં ખબરા (વીજળીના વેગે નહિ તેા ) ઘેાડાને વેગે કેવી રીતે ચારેકાર ફેલાઇ જતી તેની કંઈક કલ્પના આવી જશે.
ઘેાડાના ઉલ્લેખ થયા છે તેા એક ખીજી વાત પણ કહી દએ. ચામાસું પૂરું થવાની વાટ જોઇને બેઠેલ અનેક વિજયાકાંક્ષી રાજાએ પણ રસ્તાનું જગમ જીવન જીવવા, હઝારા સૈનિકેાની સાથે નીકળી પડતા; અને દેશમાં બનતા બનાવાથી દેશની જનતાને છેલ્લા દિવસ સુધીની (up-to-date) નહિ, તેા છેલ્લા અઠવાડિયા (up-to-week) સુધીની ખખરાથી કીક કીક વાક્ રાખવામાં પેાતાનેા કાળા આપતા. વિશાળ પાયા ઉપર અવર-જવર એ જ તા સામુદાયિક જીવનની ઇમારતના પાયે છે ને!
લેામશ તેમજ નારદ મુનિની સલાહથી તીર્થાટને નીકળેલ પાંડવેાએ પહેલાં તા હિમાલયમાં આવેલ બધાં જ તીર્થોનાં દન કર્યાં. એક તા હિમાલયનું આકર્ષણુ આર્યાને આદિકાળનું; અને ખીજું, તેમનેા લાડકવાયા અર્જુન પણ હિમાલય ઉપર જ હતા ને !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com