________________
૧૨
વાત આમ બની હતી.
પૃથ્વી પરથી ફકત એક વરસ માટે સ્વર્ગમાં આવેલ પોતાના પુત્રના સકારાર્થે મહારાજ ઇન્ડે એક નૃત્ય-સમારંભ ગોઠવ્યો હતો. રંભા અને ઉર્વશી, તિલોત્તમા અને ધૃતાચી, શુક્રતારા અને મૃગલેચના......અનાદિથી પિતાનાં નૃત્યગીત માટે ચૌદે લોકમાં સુપ્રસિદ્ધ બનેલી અનેક અપ્સરાઓને તેમણે તે દિવસે પોતપોતાની શ્રેષ્ઠ કળાઓ દાખવીને પિતાના પ્રિયતમ પુત્રનું મને રંજન કરવાનો આદેશ આપ્યો હતો.
આ જલસામાં સૌથી છેલી હતી, ઉર્વશી, સૌથી છેટલી અને શ્રેષ્ઠ.
તારા-મંડળમાંથી ચંદ્ર ઉઠે એમ અપ્સરાઓના છંદમાંથી એ ઊઠી. સામે સિંહાસન પર બેઠેલા મહારાજ ઈન્દ્રને તેણે પ્રણામ કર્યા અને પ્રણામ કરતાં કરતાં ઇન્દ્રની જમણી બાજુએ આંખો નીચી ઢાળીને બેઠેલા ઈન્દ્રના પુત્ર અર્જુનને પણ એક તિરછી નજરથી તેણે જોઈ લીધે.
તબલાં પર થાપી પડી. વીણાના તારને નખલીએ ચુંબનની સલામી આપી. સંગીત શરૂ થયું. મૃદંગના તાલ સાથે પગના ઘૂઘરા તાલ લેવા માંડયા. વીણાને ઝણકાર ઉર્વશીના અંગે અંગમાં સાકાર થવા માંડ. નારી-દેહના સૌંદર્યને ગતિ અને ઝંકૃતિ સાંપડતાં એની આકર્ષકતા અનેક ગણું વધી ગઈ. પુરાતન કાળમાં શંકરના ત્રીજા લોચનના પ્રતાપે બળીને ખાખ થઈ ગયેલ કામદેવ ઉર્વશીની આંખમાં ફરી સજીવન થતો દેખાવા લાગ્યા. એના બાણની વર્ષા ચાલુ થઈ. ઈન્દ્ર સુદ્ધાં આખી દેવમંડળી સેલાસ હદયાએ એ વર્ષોમાં નાહી રહી. ધન્યવાદના શબ્દ ઇન્દસભાના એકએક ભાગમાંથી ગાજી ઊઠયા........
પણ ઉર્વશીને આજે આ આશુતોષ દેના ધન્યવાદની પડી ન હતી. નારીનાં વૌવનવિકસિત અંગોને જોવા સિવાય એ નવરાઓને બીજું કામેય શું હતું !
ઉર્વશીની દષ્ટિ તે આજ અર્જુન ઉપર હતી. પંચમહાભૂતની સૃષ્ટિને એ અપૂર્વ અતિથિ પોતાની અંગયષ્ટિ ઉપર જ્યાં સુધી વારી ન જાય ત્યાં સુધી પોતાની કળા તેને અધૂરી લાગતી હતી.
અને અર્જુન હજુ સુધી, એમ ને એમ, અધી મીંચેલી આંખોએ જ બેઠે હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com