________________
૧૯૦
ક્ષણભર તો તે દિમૂઢ બની રહ્યો.
પણ પછી બીજી જ ક્ષણે બધો ભેદ સમજાઈ જતાં કિરાતરૂપી શિવની સન્મુખ તે અંજલિ-બદ્ધ થઈને નતમસ્તક ઊભો.
મેં આપને ઓળખ્યા નહિ, પ્રભુ !”
હું મારી જાતને ઓળખાવવા માટે નહિ, પણ તને ઓળખવા માટે આવ્યો હતો, અર્જુન!હવે નજીક આવેલ કિરાતી-પાર્વતી સામે સ્મિત કરતાં શંભુએ કહ્યું : “તું સાચે જ એક મહાવીર છે. મારા આશીર્વાદ છેઃ ધર્મયુદ્ધમાં તું સદૈવ અજેય રહીશ.”
અને નિમેષ માત્રમાં શિવપાર્વતી અન્ય અનેક અનુચરો-પરિચારિકાઓ સમેત અદશ્ય થઈ ગયાં........
અને સાથે સાથે અર્જુનના શરીર પર થયેલા અસંખ્ય જખમે અદશ્ય થઈ ગયા.......
અને “આપના પિતા, દેવાધિદેવ ઇન્દ મને આપને સ્વર્ગમાં તેડી લાવવા માટે મોકલ્યા છે, ધનંજય, બિરાજો રથમાં !” એમ કહેતાં જ દેવેન્દ્રને સારથિ માતલિ ત્યાં હાજર થયે.
અર્જુન રથારૂઢ થયા અને રથ ક્ષણ બે ક્ષણમાં તે આકાશના માર્ગોની ઊંચાઈઓને આંબી રહ્યો.
૫૮. પૌરવકુળની માતા
ઉર્વશીએ આજે સોળે શણગાર સજ્યા હતા. કાઈ કહેશે કે એમાં નવાઈ શી ? અસરાને ધંધા જ શણગાર સજવાને ! શણગાર સજી સજીને પુરના પુરુષત્વને પાચું કરી નાખવું એ જ તે એમનું જીવનકાર્ય ! –પૌરાણિકાએ કહેલું!
અને ઉર્વશી એટલે તે અપ્સરાઓની પણ અસર ! એ સોળ શણગાર સ એમાં અચરજ શાનું !
પણ ના, ઉર્વશીના આજના સેળ શણગાર એ રોજિંદી કાટિના ન હતા. આજ એમાં કૈક અસાધારણ, કેક અપૂર્વ તવ હતું. આ જ ઉર્વશી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com