________________
૧૮:
અપૂર્વ હતું આ ક્રૂ યુદ્ધ ! સ ંસારી અર્જુન મુનિના વેષમાં, અને ચેાગેન્દ્ર શકર કિરાતના વૈષમાં !
અર્જુનને પેાતાના બાહુબળ અને શસ્ત્રબળનુ અભિમાન હતું. એક ત્રીજી શકિત પણ જગતમાં છે, જે એ તેના કરતાં ચઢિયાતી છે, એ વાતનુ ભાન થવું તેને હજુ બાકી હતું. હકીકતમાં આ ત્રીજી શક્તિને અનુભવ તેને કરાવવા, આ ત્રીજી શકિતનાં ન તેને કરાવવાં–એ તેને અહી સુધી મેાકલવાને હેતુ હતેા.
અર્જુનનાં શસ્ત્રાસ્ત્રો બધાં નિરર્થક થતાં જણુાવા માંડયાં. કિરાતના અંગ ઉપર એ બધાંની કશી જ અસર થતી નહેાતી. બલ્કે એ બધાંને કિરાત જાણે ગ્રસી જતા હતા, ખાઇ જતા હતા, હજમ કરી જતા હતા !
સામી બાજુએ અર્જુન કિરાતનાં બાણાથી વીધાઈ વીધાને ચાળણી જેવા બનતા જતા હતા.
છતાં, અલબત્ત, અર્જુન તે અર્જુન હતે. પેાતા કરતાં વધારે મેટી તાકાતને ો, મનને ઢીલું કરે, મેદાન મૂકીને ભાગે, પરાજય સ્વીકારી લે, નિરાશ બની જાય, એ તેના સ્વભાવમાં જ નહેતું. હકીકતમાં પરાક્રમની વ્યાખ્યા જ આ છે. નબળાંને નમાવવામાં નહિ, સબળને સામને કરવામાં જ રાક્રમ રહેલું છે.
અર્જુને જ્યારે જોયું કે તેનાં શસ્ત્રાસ્ત્રા બધાં અફળ જઇ રહ્યાં છે, ત્યારે તેણે મેારચા બદલ્યા. એક તદ્દન નવા નુસખા તેણે અજમાવ્યેા. અર્જુન જ અજમાવી શકે એવા.
કુડીબંધ જખમેામાંથી વહેતા લેાહીવાળા શરીરે તે ધરતી પર પદ્માસન
લગાવીને બેસી ગયેા.
માટીનું એક શિવલિંગ તેણે જોતજોતામાં બનાવ્યું.
અને શંભુની આરાધના આરંભી. વિધિપૂર્વક આસપાસથી પુષ્પા લાવીને તેણે શિવલિંગ પર ચઢાવવા માંડયાં.
અને તરત જ તેણે એક અચરજ દીઠું.
જે જે પુષ્પા તે શિવલિંગ માથે ચઢાવતા હતા તે બધાં કિરાતને માથે ચઢતાં હતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com