________________
૧૮૮
કિરાતના દાવાને ઇન્કાર કર્યો. “આવા શાન્ત વનને પિતાની મદોન્મત્તતાથી ખળભળાવી મૂકનાર આ વરાહને જે સજા કરવી યોગ્ય હતી, તે જ મેં કરી છે. ખાસ આઘે. ખેંચી લેવા દે મને, મારું બાણ !”
કિરાત ખડખડાટ હસી પડો. કિરાતી પણ ખડખડાટ હસી પડી. અને જોતજોતામાં આખુંયે વન જાણે વૃક્ષ વૃક્ષ અને પર્ણ પણે ખડખડાટ હસી રહ્યું.
અર્જુન તે જોઈ જ રહ્યો. આ વિચિત્રતા તેનાથી સમજાતી નહતી.
“તું કહેવા શું માગે છે?” કિરાતને તેણે તેના આ વિચિત્ર વર્તનને ખુલાસે પૂછ્યું.
કહેવા એ માગું છું, ” કિરાતે જવાબ આપ્યો, “ કે આવા પવિત્ર સ્થાનમાં આવીને રહ્યા છતાં જે માણસ પોતાની પૂર્વકાલીન સાંસારિક પ્રકૃતિને છોડી શકતા નથી તેના જેવો દુર્ભાગી બીજ કાઈ નથી.”
“એટલે ?”
“એટલે એમ કે તું જુઠ્ઠો છે. આ બાણ તારું નથી. મારું છે. આ વરાહનો શિકાર તે નથી કર્યો, મેં કર્યો છે, અને કેાઈએ કરેલ શિકારને કબજે લેવા આવેલ તે ઉપરથી વળી બાણને પણ દાવો કરીને બેવડા પાપમાં પડી રહ્યો છે. ”
“તું મને ઓળખતો નથી માટે જ આમ કહે છે.” પોતાની જાત ઉપર કાબૂ રાખીને અર્જુને કહ્યું :
માણસની ઓળખાણ શબ્દોથી નહિ, કાર્યોથી થાય છે; અને તે, તારી થઈ ગઈ ! તું પરાઈ કીર્તિ અને પરાયાં કંચન પડાવી લેવા નીકળેલ કાઈ અઠંગ ગળપડુ છે.”
બસ, થઈ રહ્યું. અર્જુને કિરાત સામે શસ્ત્ર ખેંચ્યું. કિરાતે અર્જુન સામે. કિરાતીઓ દૂર દૂર સરી જઈ, ભીષણ દ્વ યુદ્ધ આદરી બેઠેલ એ બે હાએ ફરતું નારી-કાયાનું એક સુંદર વસ્તુલ બનાવી ઊભી રહી ગઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com