________________
૧૯૧
એક ખાસ કામ માટે તૈયાર થઈ રહી હતી. પિતાના ખુબ લાંબા જીવનકાળ દરમિયાન એણે અસંખ્ય પુઓને પરાજિત કર્યા હતા. રાજર્ષિઓ અને દેવર્ષિઓ, યતિઓ અને યોગીઓ, મુનિઓ અને મહારાજે, બ્રહ્મચારીઓ અને સંન્યાસીઓ, અરે બ્રહ્મર્ષિઓ અને જીવન-મુકત સુદ્ધાને તેણે પોતાના કામના ખપરમાં હોમી દીધા હતા.
પણ આજે? આજે એ એક એવા પુરુ-સિંહને પલાળવા નીકળી હતી, જે આ સૌથી જુદી જ કેટિને હતે.
ઉર્વશી આજે કુન્તી-પુત્ર અર્જુનને રીઝવવા જતી હતી. મહારાજ ઇન્દ્રના આદેશથી જતી હતી. સુભદ્રા અને દ્રૌપદીના પતિને પોતાના મોહપાશમાં જકડવા જતી હતી.
આજે એના પગમાં કઈ એર થનગનાટ હતો. એની આંખોમાં કોઈ એર માદકતા હતી. એની છાતીમાં કઈ ઓર તાલાવેલી હતી.
અર્જુન!
સાક્ષાત શ્રીકૃષ્ણચંદ્રના ફેઇબા કુંતી. તેને પુત્ર! શ્રીકૃષ્ણની પ્રિયતમ ભગિની સુભદ્રાને પતિ! આખાયે જંબુદ્વીપના રાજવીઓ જેના હાથ માટે તલસતા હતા તે દ્રૌપદીને વિજેતા અને પ્રિયતમ ! ભીષ્મ અને દ્રોણ સરખા પણ જેની ધનુર્વિદ્યાની પ્રશંસા કરતા એ ગાંડિવધારી ! એ વચેટ પાંડવે સ્વર્ગની ધરતી પર પગ મૂક્યો ત્યારથી જ ઉર્વશી તેના ઉપર ઓળઘોળ હતી.
ઉર્વશી તેના ઉપર એટલી એટલી બધી મુગ્ધ થઈ હતી કે મહારાજ ઇન્દ્ર તેને આ મનગમતો આદેશ ન આયે હેત તો પણ. એ અર્જુનને રીઝવવા જાત જ !
પણ આ તો મહારાજે જાતે જ...... ઉર્વશીને જોઈતું હતું અને વદે બતાવ્યું જેવો ઘાટ થયો. અને સોળે શણગાર સજીને એ નીકળી પડી. પણ મહારાજ ઇન્દ્રને એવું શું સૂઝયું કે તેમણે પિતાની પ્રિયતમ અસરાને આ કામ માટે નિયુકત કરી ?
અર્જુન તેમનો પુત્ર ગણતે, એ વાત સાચી. પણ તેથી શું? કઈ પિતા ઊઠીને પુત્રની આવી મહેમાનગતિ કરે ! ત્યારે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com