________________
૧૮૬
૭. ાિતાજુનીયમ્
પછી શંકરને પ્રસન્ન કરવા માટે અર્જુને એવું ભયંકર તપ કર્યું કે હિમાલય પર વસતા બધાય ઋષિએ આશ્ચર્યમાં પડી ગયા. તેમને ભય પણ લાગ્યો કે આવું ઘોર તપ કરતાં કરતાં અર્જુનની કાયા તો કયાંક નહિ પડી જાય ! તપશ્ચર્યાથી ટેવાઈ ગયેલા ઋષિઓને પણ ભયાનક લાગે એવું એ દેહદમન હતું !
ઋષિઓ દોડયા, શંકર પાસે.
“ આપ જાણો તો છે ને, પ્રભુ,” શંકરને તેઓ વિનવવા લાગ્યા, “પાસેના જ એક વનમાં અર્જુન ઉગ્ર તપ કરી રહ્યો છે. અમને બીજી તો. કશી જ ચિંતા નથી, પણ આવું પ્રચંડ તપ કરતાં એને દેહ પડી જશે તે આપણો હિમાલય નાહકને વગોવાઇ જશે ! ”
મહાદેવ હસી પડયા.
ઋષિઓને હિમાલયની નિંદા થાય તેની ચિંતા હતી કે અર્જુન જેવા એક ક્ષત્રિય વીરની તુલનામાં તેમની તપશ્ચર્યાઓ ઝાંખી સાબિત થાય, તેની ?
ચિંતા ન કરે, ઋષિવ! શંભુએ સૌને આશ્વાસન આપ્યું. “અને સૌ પોતપોતાને આશ્રમે સિધાવો. અર્જુનને શું જોઈએ છે તે હું જાણું છું. તેની શકિતઓથી પણ હું પરિચિત છું. અને થોડા જ વખતમાં હું તેને મળવાને છું.”
અને પછી મહાકવિ ભારવિએ જે પ્રસંગને પિતાના મહાકાવ્ય કિરાતાનિયમમાં અમર કર્યો છે, તે પ્રસંગ સરજાય છે.
શંકરે કિરાતને વેષ લીધે. ( હિમાલયના પ્રદેશમાં વસતા લોકોનું પ્રાચીન નામ કિરાત છે.) પાર્વતીને પણ તેમણે કિરાત-નારીને વેષ પરિધાન કરાવ્યો.
પછી જોતજોતામાં એ વાત-દંપતી પોતાના અસંખ્ય અનુચરે અને સેવિકાઓ સાથે (સૌ કિરાતોના જ વેષમાં અલબત્ત,)-અર્જુન જે વનમાં તપ કરતો હતો તે વનમાં આવી પહોંચ્યાં.
આ જ વખતે બરાબર એક મહાકાય (રાક્ષસી કદને) વરાહ વનમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com