________________
૧૮૪
તારા જન્મ વખતે તારી મા કુન્તીએ તારા માટે જે જે અભિલાષાઓ સેવી હોય તે બધી જ પાર પડે, તેમજ તારી પોતાની મહત્ત્વાકાંક્ષાઓ પણ પાર પડે. પણ મને તો એક જ વાતનું દુઃખ છે હસ્તિનાપુરની રાજસભામાં પેલા દુષ્ટ દુર્યોધને મને ન કહેવા જેવાં અનેક વેણ કહ્યાં, અને ઉપરથી પાછો ખડખડાટ હસ્ય ! ...........
“ તું હિમાલય ઉપર હઈશ, ત્યાં સુધી તારા જ વિચારો અને તારી જ વાત અહીં અમારી વચ્ચે ચાલ્યા કરશે. એ જ અમારે માટે દિલને બહેલાવવાનું એક માત્ર સાધન બનશે. એટલું યાદ રાખજે, પાર્થ, કે અમારાં સૌનાં જીવનમરણને ફેંસલે તારા હાથમાં છે.”
પછી અર્જુન હિમાલય ઉપર એટલી ઝડપથી પહોંચી ગયો, કેમ જાણે હજુ ગઈ કાલે જ કામ્યક વનમાંથી ન નીકળ્યા હોય ! હિમાલયને ઓળંગી એ ગંધમાદન પર્વત પર આવ્યો. ત્યાંથી પછી અનેક દુર્ગમ શિખરોને વટાવતો વટાવતો એ ઇન્દ્રકલ પર્વત પર પહોંચ્યો.
તિક! ઊભો રહે ! " ઈન્દ્રકીલ પર્વતના શિખરોએ સાદ દીધે હોય એવો એક અવાજ તેને કાને પડે.
કાણ એને અહીં ઊભા રહેવાનું કહે છે?
તેણે જોયું તો એક ઝાડના થડ પાસે એક તપસ્વી બેઠો હતો. બ્રાહ્મ ( સાત્ત્વિક) તેજથી એ તપસ્વી ઝળહળ ઝળહળ થતો હતો. પીળી જટા એણે ધારણ કરી હતી. સુકાઈ ગયેલી, એની શરીરષ્ટિ હતી.
આ તો શાંત આત્માઓનું વિશ્રાતિસ્થાન છે, ભાઈ, ” અત્ય પ્રસન્નતાપૂર્વક અર્જુનને સંબોધીને મુનિએ કહ્યું, “એવા સ્થાનમાં આવાં શસ્ત્રાસ્ત્રો સજીને તું કયાં જઈ રહ્યો છે? તારે આગળ જવું જ હોય તો શસ્ત્રાસ્ત્રો બધાં અહીં ઊતારી નાખ, અહીં કોઈને ભય નથી અને કોઈની સાથે સંગ્રામ છેડાઈ પડે એવો સંભવ પણ નથી. અને વળી તારી ઓજસ્વિતા જાતે જ તારું રક્ષણ છે. તે લાખોમાં એક હોય એવો વીર લાગે છે.”
અર્જુનને પળભર તો એમ થયું કે ચાલ, હથિયાર મૂકી દઉં, ને પછી આગળ વધું ! પણ ત્યાં તો યુધિષ્ઠિરે વિદાય વેળાએ તેને જે શીખ દીધી હતી તે યાદ આવીઃ ન ચરિત્રનું મામ્ –ાઈનીયે વાતમાં આવી જઈને પિતાને નિશ્ચય ન ફેરવો ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com