________________
૧૮૨
દુષ્ટ પ્રત્યે દુષ્ટતા આચરવાની આપણુમાં પૂરેપૂરી શકિત હોય, છતાં આપણે તો ધર્મ જ આચર.”
છેવટે “ પ્રતિજ્ઞા અનુસાર બાર વરસના વનવાસનું તથા તેરમાં વરસના ગુપ્તવાસનું કષ્ટ સહન કર્યા પછી તમે તમારી રાજલક્ષ્મીને કૌરવોના હાથમાંથી અચૂક છોડાવી શકશે.” એ આશીર્વાદ આપીને એ વિદાય લે છે.
આ પછી આવે છે એક બીજા મુનિ. નામ છે, બકદાભ્ય. આ દરમ્યાન પાંડવો કામ્યક વનમાંથી દૈત વનમાં આવી ગયા છે. એ દૈત વનમાં પાંડવોએ સરજેલું સાત્વિક વાતાવરણ જોઈને બકદાલભ્ય પુલકિત થઈ ઊઠે છે. જે બ્રાહ્મ-ઠાઠથી પાંડવો રહે છે તે જોઈને એ દંગ થઈ જાય છે.
આટલા બધા વ્રતધારી બ્રાહ્મણે તમારા સંરક્ષણ નીચે આ નવનમાં વસેલા છે,” બકદાભ્ય કહે છે, “તે જોઈને મારું હૃદય પ્રફુલિત થઈ ઊઠે છે. બ્રાહ્મણો ક્ષત્રિયોની સાથે અને ક્ષત્રિયા બ્રાહ્મણોની સાથે એક થાય છે, ત્યારે વાયુ-પ્રેરિત અગ્નિની પેઠે પ્રકાશવાન થઈને શત્રુઓ રૂપી વનને તેઓ અનાયાસે નાશ કરી શકે છે. બ્રાહ્મણમાં અનુપમ દૃષ્ટિ છે અને ક્ષત્રિયમાં અનુપમ બળ છે. બન્ને સાથે મળીને કામ કરે છે ત્યારે જગત પ્રસન્ન થાય છે.”
છેલે આવે છે. વ્યાસ
યુધિષ્ઠિરને એકાન્તમાં લઈ જઈને તે બે સૂચનાઓ આપે છેઃ (૧) કોઈ પણ સ્થળે લાંબે વખત ન રહેવું અને (૨) દિવ્ય શસ્ત્રોની વિદ્યા પ્રાપ્ત કરવા માટે અર્જુનને ઉત્તર દિશામાં મેકલવો.
પરિણામે પાંડવ દૈતવનમાંથી નીકળી પાછા સરસ્વતીને તીરે આવેલા કામ્યક વનમાં આવે છે અને અર્જુન ઇન્દ્રકલ પર્વત તરફ વિદાય થાય છે.
૫૬. શસ્ત્રાસ્ત્રીની શોધમાં!
ઉત્તર દિશાનું આકર્ષણ આપણને આદિ કાળથી રહ્યું છે, દક્ષિણ દિશામાં યમની રાજધાની ક૯પી છે; એટલે જીવનની દિશા ઉત્તર છે. ઉત્તરાયણ અને . દક્ષિણાયન સાથે જે કલ્પના-સૃષ્ટિઓને સાંકળવામાં આવી છે તેને પણ આ જ મર્મ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com