________________
૧૮૧
પણ યુધિષ્ઠિર એના નામ પ્રમાણે યુ ચિરઃ જ છે. જગત અને પોતે -બને વચ્ચેના દ્વન્દ-યુદ્ધમાં એ સત્યની પડખે સ્થિર છે.
કશું જ એને ડગાવી શકે એમ નથી. સત્ય સિવાય કશાને આશ્રય તે લેવા નથી માગતો. છળનો નહિ કે કોઈ કળને પણ નહિ ! સત્યનું આચરણ કરતાં કરતાં મરણ આવે, તો તેવું મરણ પણ, અસત્ય વડે ખરીદાયેલાં જીવન કરતાં બહેતર છે એવી તેની શ્રદ્ધા છે. અને આ વનવાસ એ તેની આ શ્રદ્ધાની સૌથી આકરી કસોટી છે.
અલબત્ત, એક આશ્વાસન છે, તેને. વનવાસનાં વરસ દરમિયાન તેને મળવા આવતા અનેક ઋષિઓ તેની આ શ્રદ્ધાનું સમર્થન કરે છે.
આવા મળવા આવનારાઓમાં એક તું માર્કડેય મુનિ છે. આ માર્કડેય મુનિ અને યુધિષ્ઠિરનો સંવાદ ખૂબ મનન કરવા જેવો છે.
યુધિષ્ઠિરને મળતાં વેંત માર્કડેયની મુદ્રા પર પ્રસન્નતાની ઝલક આવી ગિઈ. યુધિષ્ઠિરે તે જોયું. તેને વિમય થયું. “અમે વનવાસનું દુઃખ વેઠી રહ્યા છીએ, અને અમને જોતાં વેંત આ મુનિ જાણે સવિશેષ પ્રસન્ન થયા હેય એવું બતાવે છે.” આને અર્થ શું ?
અમારી આ હાલત જોઈને સૌ કોઈ દુઃખી થાય છે, મુનિવર,” યુધિષ્ઠિર માર્કડેય પાસે રાવ કરે છે, “ત્યારે આપના ચહેરા પર એવી કોઈ ગમગીની હું નથી જેતે, બલ્ક એક પ્રકારની ખુશી જોઉં છું, એમ કેમ?
માકડેય યુધિષ્ઠિરની આ ટકેર સાંભળીને થોડીક પળો સુધી તો મૂંગા જ થઈ ગયા.
“ તમારી વાત સાચી છે, રાજન ” પછી તેમણે કહ્યું: “તમારી આ સ્થિતિ મારામાં એક અનેખા આનંદની લાગણી પ્રેરે છે. સત્યને ખાતર દુઃખી થનારા જગતમાં હજ પડયા છે, એ વિચારે હું પ્રસન્નતા અનુભવે છું. તમને જોઈને મને ત્રેતાયુગ અને શ્રી રામચંદ્ર યાદ આવી જાય છે.”
અને પછી માર્કડેયે પાંડવોને સંબોધીને જે બે વચને કહ્યાં છે તે ચિરસ્મરણીય છે.
એ વચનને સાર એટલો જ છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com