________________
૧૭૯
બાઈબલમાં The Prodigal Son “ઉડાઉ દીકરાની વાત આ જ આશયથી કહેવામાં આવી છે.
કથા કહે છે કે પેલા ખેડૂત પર ઈન્દ્ર તે દિવસે બારે મેઘ લઈને તૂટી પડે, અને ખેડૂતને ન છૂટકે ખેતી બંધ કરવી પડી અને બળદને આરામ મળી ગયો.
“આ વાર્તા તમે મને શા માટે કહી, દાદા ?” સમજવા છતાં ધૃતરાષ્ટ્ર ન સમજવાનો ડોળ કર્યો.
“એટલા માટે કે તારા અને પાંડુના પુત્રો બને મારા માટે સરખા હોવા છતાં, બળ વગરના અને દુઃખી પાંડે પ્રત્યે મારી વધુ સહાનુભૂતિ છે–એ તને સમજાય !..અત્યારે..આ પળે પણ તારા પુત્રે એ દુખિયારાઓને વધુ દુઃખી કરવાની પેરવી કરી રહ્યા છે. પણ એટલું યાદ રાખજે, અને તારા પુત્રોને પણ યાદ રખાવજે, કે પાંડવોના પર જેમ જેમ તેઓ વધુ વિપત્તિઓ વરસાવશે તેમ તેમ પાંડવોનું તેજ વધુ ને વધુ દીપી નીકળશે. તને ખબર નહિ હૈય, પણ હજુ હમણાં જ, કામ્યક વનમાં દાખલ થતાં વેંત જ, પેલા નામચીન મનુષ્યભક્ષક કિમીર લૂંટારાને તેમણે રમત રમતમાં મારી નાખ્યો છે!...એવા છે તેઓ શકિતશાળી !”
“કેણ હતા એ કિમી, દાદા ?”
“ હતો...પણ એ વાત તને આ ક્ષેત્રેય કહેશે. મારે જરા ઉતાવળ છે. હું રજા લઈશ.”
અને વ્યાસજી જેવા આવ્યા હતા તેવા જ ચાલ્યા ગયા અને દુર્યોધન, કર્ણ, શકુનિ અને દુશાસનને પોતાની દુષ્ટ યોજના તત્કાલ પૂરતી તે અભેરાઈએ ચઢાવી દેવી પડી.
પપ. યુધિષ્ઠિરની કસોટી
વનવાસ એ યુધિષ્ઠિરને મન એટલે ત્રાસદાયક નહોતો, એટલે તેના ચારેય ભાઈઓ અને પાંચમી દ્રૌપદીને તેની સામે અસંતોષ અને રેષ હતે. યુધિષ્ઠિર તેમને પાંચેયને સમજાતે જ નહોતો. એ “ધરમની પૂંછડી” માં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com