________________
૧૭૭
એટલે વિદુર મહેલ છોડીને ચાલ્યો ગયો કે તરત જ ધૃતરાષ્ટ્ર પોતાના ખંડમાંથી બહાર આવ્યો. ભીમ, દ્રોણ, કૃપાચાર્ય આદિ શિષ્ટમંડળી જ્યાં બેઠી હતી ત્યાં એ રોકકળ કરતા પહોંચો; અને એટલામાં તો એને ઉશ્કેરાટ એટલી ઉગ્ર હદે પહોંચી ગયો કે એને મૂછ આવી ગઈ. સૌએ એને આસનાવાસના કરી એને ભાનમાં આપ્યો,
શું છે મહારાજ? શા માટે આટલા બધા વ્યગ્ર છો?” સંજયે પૂછ્યું
“મારો ભાઈ વિદુર મને છોડીને ચાલ્યો ગયો છે. ” ધૃતરાષ્ટ્ર કપાળ કુટવા જેવું કરીને જવાબ આપ્યો. “હું જાણું છું કે એમાં મારો પણ દોષ હતો; પણ હવે જ્યાં સુધી એ પાછો નહિ ફરે ત્યાં સુધી મને જંપ નહિ વળે. વિદુર સાક્ષાત ધર્મની મૂર્તિ છે; એ જે મારાથી કે, તો મારુ આવી જ બને ! તું જા, સંજય; જરૂર એ પાંડવો પાસે ગયે હશે. ત્યાં જઈ એને મનાવીને પાછે તેડી લાવ.”
ધૃતરાષ્ટ્ર એટલે ઊંડે અને કુટિલ છે કે વિદુરને આમ પાછા બોલાવી લેવાની પાછળ પાંડવપક્ષને વધુ નિર્બળ કરવાની નેમ ન હોય એમ પણ ખાતરીપૂર્વક કહી શકાય નહીં !
સંજયના ગયા પછી દુર્યોધન, દુઃશાસન, શકુનિ અને કર્ણ ગુપ્ત એકાંતમાં મંત્રણા અર્થ મળ્યા.
વિદુર પાછો આવશે તે પાછો ડેસાનું મગજ ફેરવશે !” દુર્યોધને પોતાના બાપ વિરુદ્ધ ફરિયાદ કરી, “અને પછી પાંડવોના જ પ્રશંસાસ્તોત્ર અહીં ગવાયા કરશે અને કેને ખબર છે, વિદુરની સલાહથી પોચા મનને એ ડોસલે પાંડવોને પાછા પણ બોલાવી લે.”
તો તમે કહો તેમ કરીએ, મેટાભાદ,” દુઃશાસને દુર્યોધનને પગલે ચાલવાની તત્પરતા દેખાડી.
“મારે તે એક જ વાત જોઇએઃ પાંડેનો નાશ, ગમે તે રીત.” દુર્યોધને પોતાના જીવનધ્યેય વિષે હજારમ વાર સ્પષ્ટતા કરી.
તો રસ્તો હું બતાવું.” કણે છાતી ઠોકીને કહ્યું : “અત્યારે પાંડવોની દશામાં એટ ચાલે છે. મિત્રો અને સાથીઓ વગરના તેઓ વનમાં ભટકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com