________________
૧૭:
નાનપણથી જ મારા વિરોધી છે. પાંડુના પુત્રો એ જાણે તારા સગા ભત્રીજા હાય, અને મારા પુત્રો જાણે તારા દુશ્મન હોય એમ જ તું હરહમેશ વર્તે છે. ’’
4
હું તે। જે મને ધ લાગે છે તે કહું છું, મેટાભાઈ, -અને તે પણ તમે જ્યારે સામે ચાલીને પૂછેા છે ત્યારે.
""
""
(c
“ જા જા હવે ધરમની પૂંછડી ! ન અહીંથી ! ધૃતરાષ્ટ્રે આસન પરથી ઊભા થઇ વિદુર સાથેના પોતાના બધા જ સંબંધ કાઈ અણુગમતી ચીજની પેઠે ખ'ખેરી કાઢતા હેાય એવા અભિનય કરતાં કરતાં ત્રાડ પ'ડીઃ જા ! તું આ પળે જ હસ્તિનાપુર છેાડીને તારા આ સગલાંએ ભેગા થઈ જા; જા ! જા ! જા ! '' અને જા! જા ! જા ના ધરણી ધ્રુજાવતા પાકારાની વચ્ચે ધૃતરાષ્ટ્રનું રહ્યું સઘુ પુણ્ય પણ વિદુરની સાથે હસ્તિનાપુર છેડીને કામ્યક વનમાં રહેતા પાંડવા પાસે પહેાંચી ગયું.
*
""
૫૪. વ્યાસજી એક વાર્તા કહે છે
ધૃતરાષ્ટ્રના માનસનું વિશ્લેષણ કરવું અઘરું છે. મહાભારતમાં જેએ ઋતિહાસની ઉપરાંત-અથવા-ઇતિહાસને બદલે-રૂપકકથા જુવે છે, તેમને મન ધૃતરાષ્ટ્ર એ અધ ઇન્દ્રિયાના હાથમાં રમકડાની પેઠે રમતા જીવાત્માનુ પ્રતીક છે. એ રીતે એ સદૈવ ચ ંચલ છે. નિશ્ચલતા એના સ્વભાવમાં જ નથી. ગીતામાં જેને વ્યવસાયાત્મિકા એવું વિશેષણુ આપેલું છે, તે, વિચાર અને વિવેકને પરિણામે સ્થિર થયેલી નિશ્ચયાત્મક બુદ્ધિને તેનામાં છાંટા પણ નથી. અખાએ એક ઠેકાણે માયાના સ્વભાવનું વર્ણન કરતાં કહ્યું છેઃ
પલકે પલકે પલટે ર્ગઃ અખા એ માયાના ઢગ !
ધૃતરાષ્ટ્રે પલ પલંક રંગ પલટે છે. ાઇ રંગ એનામાં સ્થિર નથી. વિદુરને જાકારા દેતાં તે। દેવાઇ ગયા, પણ પછી ધૃતરાષ્ટ્રનું મન ચગડાળે ચઢે છે. મહાભારતકાર કહે છે કે ધૃતરામાં હાથીનું બળ છે. એનું શરીર · લેાખડી છે; પણ એના આત્મામાં · ધૃતિ' નથી. એને જીવ ખીક છે, કારણ કે પોતે જે કરી રહ્યો છે, તે ધર્મથી વેગળુ છે અને એનું ઝેરી ફળ આવ્યા વગર નહિ રહે એવી એને ખાતરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com