________________
૧૭૪
અક્ષયપાત્રની પ્રાપ્તિ થયા પછી પાંડવોએ પોતાને અનુસરવા માગતા અનેક બ્રાહ્મણોની સાથે કામ્યક વનમાં પ્રવેશ કર્યો.
૫૩.
જા !
જા !
જા !
ધૃતરાષ્ટ્ર વિચિત્ર પ્રાણું છે. પુત્ર સિવાય એ આંધળાને દુનિયામાં કશું જ દેખાતું નથી. અને પોતાની આ અંધ પુત્ર-વત્સલતા અંતે તો પુત્રોના જ નાશમાં પરિણમવાની છે એટલું પણ એ જોઈ શકતા નથી.
અને છતાં એને ઉધામા આવે છે. વખતો વખત એનું અંતઃકરણ એની સામે બંડ પોકારે છે. આવે વખતે એ વિદુરને બોલાવે છે. એની અપેક્ષા, કઈ વિચિત્ર રીતે એવી હોય છે કે વિદુર તેનાં દુષ્કાનું સમર્થન કરે. પણ વિદુર એવું કંઈ કરતા નથી; બકે તેને ઠપકે આપે છે. પરિણામે વિદુરને ઠપકાનાં બેક આકરાં વેણ સંભળાવીને એ વિદાય કરી દે છે. ચોર ઉલટા કોટવાળને દંડે એ આનું નામ !
પાંડવો વનમાં ગયા પછી ધૃતરાષ્ટ્ર બેચેન થઈ ગયો. જે થયું તે ઠીક નથી થયું અને આનું પરિણામ સરવાળે સારું નહિ આવે એવું તેને લાગવા
માંડયું.
એણે વિદુરને તેડાવ્યા. “કેમ મને યાદ કર્યો, મેટાભાઈ ?”
“જે બની ગયું છે તે તું જાણે છે. તે બધું સગી આંખોએ જોયું છે. યુધિષ્ઠિર અને એના ભાઈઓ વનમાં ગયા તે પછી મારો જીવ મેટેભાગે બેચેન જ રહ્યા કરે છે.”
એ બેચેની સારું ચિહ્ન છે, મોટાભાઈ એ બતાવે છે કે તમારું અંતઃકરણ હજુ જીવતું છે. જે થયું છે તે ઘણું જ ખરાબ થયું છે, એમાં તે જરા પણ સંશય નથી.”
“તો હવે શું કરવું જોઈએ?” “એ તો સ્પષ્ટ જ છે, મોટાભાઈ. ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણવું.” “એટલે ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com