________________
૧૭૫
“એટલે...એમ કે...દુર્યોધન દુષ્ટ પ્રકૃતિને છે. તેના હાથમાં તેની પોતાની જાત જ જે સલામત નથી, તો રાજ્ય તે શી રીતે જ સલામત હોય ! માટે તેના પર તમે અંકુશ રાખે; અને વનવાસમાંથી પાંડવોને પાછા બોલાવીને રાજ્યની લગામ યુધિષ્ઠિરના હાથમાં સેપે.”
ધૃતરાષ્ટ્રની અંધ આંખોમાં આ સાંભળતાં વેંત રોષનો અંગાર ભડભડી ઊડ્યો. પોતે જ વિદુરને બોલાવ્યો હતો, અને પોતે જ સામે ચાલીને તેની સલાહ માગી હતી તે હકીકતને એ ભૂલી ગયે; અને વિદુર જાણે પાંડવોને, વકીલ અને પોતાનો શત્રુ હોય અને પોતાને ફસાવવા માટે જ જાણે આવી દલીલ કરતો હોય એવી રીતે તે કુંફાડી ઊઠ:
અને ધારો કે હું આમ ન કરું તો ?” “તે લાંબે ગાળે યુદ્ધ છેડાશે !” “હા આ !”
અને એ યુદ્ધમાં ભીમ-પિતાની પ્રતિજ્ઞા પૂરી કરશે.” ભીમે દ્રૌપદી-વસ્ત્ર-હરણને પ્રસંગે બે ભીષણ પ્રતિજ્ઞાઓ કરી હતી તે ધૃતરાષ્ટ્ર ભૂલી ગયો હતો.
“કઈ બે પ્રતિજ્ઞાઓ ?”
“એક તે જે હાથે દુશાસને દ્રૌપદીનાં વસ્ત્રો ખેંચ્યાં છે, તે હાથને કાપીને તેના રુધિરથી દ્રપદીના સુકા કેશને ભીંજવવાની.”
અને બીજી?” ધૃતરાષ્ટ્ર હવે રોષથી હાંફી રહ્યો હતો. બીજી-દુર્યોધનના સાથળ પર પોતાની મૃત્યુ-ગદા બેસાડવાની !” “દૂર હઠ !” આંધળા ધૃતરાષ્ટ્ર પોતાના સમગ્ર બળથી ગર્જી ઊઠ્યો.... અને તેની એ વિકરાળ ગજેનાથી તેને આખો ય મહેલ જાણે પાયામાંથી હચમચી ઉઠયો. કેઈ નાને સરખો ધરતીકંપ થઈ ગયો હોય તેમ આવાસ માંહેનું રાચરચીલું થોડીક પળો સુધી કંપી રહ્યું.
“મેટાભાઈ મોટાભાઈ, આ શું કરે છે, મોટાભાઈ ?” ભગવદ્ભક્ત વિદુર પોતાની પહેલાંની જ સ્વસ્થતાથી ધૃતરાષ્ટ્રને શાન્ત થવા માટે આજીજી કરવા લાગ્યો.
“જે કરું છું તે ઠીક કરું છું.” ધૃતરાષ્ટ્ર હવે માઝા મૂકી “ તું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com