________________
૧૭૩
યુધિષ્ઠિર આ સૌને સમજાવીને પાછી વાળે છે. “તમે સૌ, મારા હિતેચ્છુઓ, હસ્તિનાપુરમાં હશે, તે એકંદર અમારા હિતનું સંરક્ષણ પણ થશે” એ દલીલ પણ તે કરે છે, જે નગરજનોને ઝટ ગળે ઊતરી જાય છે. માતા કુન્તી તે આ તેર તેર વરસે દરમ્યાન વિદુરને ત્યાં જ રહે છે.
પહેલા દિવસની રાત પાંડવો ગંગાજીને કાંઠે, “પ્રમાણ” નામે પ્રસિદ્ધ એક વિશાળ વડલાની છાયામાં કાઢે છે. સાંજનું ભોજન તેમણે લીધું નથી. અનેક બ્રાહ્મણે તેમની સાથે છે. એ બ્રાહ્મણોની સાથે તેમના શિષ્યો અને સગાં પણ છે. બ્રાહ્મણઅગ્રણીઓ હંસમધુર સ્વરે વડે આખી રાત પાંડવોનું મનરંજન કરે છે.
બીજે દિવસે સવારે યુધિષ્ઠિર અને તેના ભાઈઓએ ઊઠી પ્રાતઃ વિધિ પતાવી બ્રાહ્મણોને વિનંતિ કરી : “અમારી પાસે નથી હવે રાજ્ય, નથી લક્ષ્મી ! અમે વનમાં જઈ રહ્યા છીએ. અમારી સાથે આવીને આપ સૌ દુઃખી થાઓ એ અમને કેમ ગમે ? આપ પાછા પધારો.”
બ્રાહ્મણ કહે છે: “અમારું ગુજરાન અમે પોતે કરી લઈશું, પણ અમને સાથે આવવાની અનુમતિ આપો. દરરોજ રાતે રમ્ય કથાઓ કહી કહીને અમે વનવાસના તમારા કપરા સમયને યથાશકિત સ-રસ અને આનંદપ્રદ બનાવીશું.”
યુધિષ્ઠિર પોતાના કુલ–પુરોહિત ધૌમ્ય સામે જુએ છે. બ્રાહ્મણે સાથે આવે એ તેને ગમે છે; પણ એમની સેવાના બદલામાં એ એમને આજીવિકા પૂરતું પણ ન આપી શકે, એ શી રીતે સહ્યું જાય!
ધૌમ્ય એને રસ્તો સુઝાડે છે: “અન્ન (માનમચં અન્નકૂ) એ સૂર્યનારાયણનો પ્રસાદ છે, માટે સૂર્યની ઉપાસના કર.” યુધિષ્ઠિર સૂર્યની ઉપાસના કરે છે અને તેના તપથી પ્રસન્ન થયેલે સૂર્ય તેને પેલું પુરાણપ્રસિદ્ધ અક્ષયપાત્ર આપે છે. દ્રૌપદી સૌને જમાડીને જમે- એ જમી ન હોય, ત્યાં સુધી અક્ષયપાત્રમાંથી અન્ન ખુટે નહિ– એવી એની વ્યવસ્થા છે.
અને સાચે જ, સૌને જમાડીને પછી જ પોતે જમવું- એ વ્રત જાતે જ એક અક્ષયપાત્ર છે, કારણ કે એવા એક વ્રતીના વ્રતમાં અનેકનું સંરક્ષણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com