________________
१८०
તેમને નરી વેવલાઈ જ દેખાતી અને પોતાની આ માન્યતાને તેઓ હરહમેશાં વ્યકત કર્યા જ કરતાં. ટાણે-કટાણે તેમનાં વામ્બાણે ચાલુ જ રહેતાં,
યુધિષ્ઠિરનું પાત્ર, આ રીતે જોતાં, મહાત્મા ગાંધીજીને સૌથી વધુ મળતું આવે છે અથવા કહે કે મહાત્માજીને સમજવા માટે વનપર્વના યુધિષ્ઠિરને સમજ આવશ્યક છે. યુધિષ્ઠિરની અને તેના પાંચે પાંચ સ્વજનની બનેની દુનિયા જ જાણે નિરાળી છે. યુધિષ્ઠિરે “સત્ય” ને એક અબાધ, અફર, અટલ જીવનનિષ્ઠા તરીકે સ્વીકાર્યું છે. ભાઈઓ અને દ્રૌપદી આ જીવનનિષ્ઠાને સ્તુત્ય ગણે છે, પણ વ્યવહારૂ નથી માનતા. વ્યવહારમાં તો માણસે સત્યની સાથે બાંધછોડ કરવી જ જોઈએ એવી તેમની માન્યતા છે.
પણ એ પાંચેયની એક ખૂબી છે. યુધિષ્ઠિરની શારીરિક સેવાને નિરબત છે ત્યાં સુધી, તેમનામાંથી કોઈ પણ તેને કશીય વાતે ઊણું આવવા દેતા નથી. સંભવ છે કે આને લઈને યુધિષ્ઠિરની અંતરવ્યથા ઉલટાની વધતી હશે! એને તો બિચારાને હરહંમેશ એક જ ધૂન છે કે કયારે હું મારા ભાઈઓને અને દ્રૌપદીને સત્યવિષયક મારે સિદ્ધાન્ત ગળે ઊતરાવી શકું!
પણ એવી જ તાલાવેલી ભાઈઓને અને દ્રૌપદીને છે. પોતાની વાત મોટાભાઈને ગળે ઉતારવાની. ભીમસેન તેમને વારંવાર સલાહ આપે છેઃ “તમે જગતને ઓળખતા નથી, મોટાભાઈ ! અને દુર્યોધનને તો નથી જ ઓળખતા! એવા શઠની સાથે સવાઈ શઠતા આચરવી જોઇએ. દુનની સાથે સત્યને વ્યવહાર શ? દુષ્ટોની સાથે અહિંસા શી ? બાર વરસ વનવાસ અને તેરમું વરસ ગુપ્તવાસ એમ તેર વરસો પસાર કર્યા પછી પણ, ચૌદમા વર્ષને આરંભે દુર્યોધન આપણને આપણું રાજ્ય પાછું સાંપશે એની ખાતરી શી? તેને સ્વભાવ જતાં તે એમ જ માનવું જોઈએ કે તેરમા વરસને અંતે એ વળી કંઈક નવું તૂત ઊભું કરશે. એટલે અંતે તે પાછા હતા ત્યાંના ત્યાં જ! તલવાર ઉઠાવ્યે જ છૂટકે ! તે પછી અત્યારે જ કાં ન લડી લેવું?”
ૌપદી વળી એક યુકિત બતાવે છે. “વર્ષ” ને અર્થ “બાર મહિના એમ કેણે કહ્યું ? વૈદિક સંસ્કૃતમાં એ શબ્દને અર્થ એક મહિને એ પણ થઈ શકે ! તે તેર વર્ષ એટલે તેર માસ એમ શા માટે ન માની લેવું? દુશ્મને વળી કયા પ્રામાણિકતાના અવતાર હતા? ડગલે ડગલે છલ આચરનારાઓની સામે આટલું એક શાબ્દિક છલ આચરવામાં વાંધે શો ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com