________________
૧૭૮
છે. એ ઓટને બદલે ભરતી શરૂ થાય તે પહેલાં જ આપણે ત્યાં છૂપી રીતે પહોંચી જઈએ-લાવલશ્કર સાથે–અને તેમનું કાટલું કાઢી નાખીએ.”
સૌને આ વાત ગમી ગઈ અને તેઓ નીકળવાની તૈયારીમાં જ હતા, ત્યાં, તેમના દુર્ભાગ્યે, કોણ જાણે કયાંથી, વ્યાસ ટપકી પડયા. એમને આવો કંઇક વહેમ આવ્યો હશે.
મારે તો તું અને પાંડ બેય સરખા.” ધૃતરાષ્ટ્રને સમજાવવાની વ્યાસજીએ કશિશ કરી; “તારા કે પાંડુના–મારા તો એ સૌ પુત્રો જ છે; પણ પેલી સુરભિની વાત સાંભળી છે ને ?” વ્યાસજી સ્વભાવે કવિ એટલે રૂપકેની ભાષા તેમને સહજ
સુરભિની શી વાત છે, દાદા?” ધૃતરાષ્ટ્ર પૂછયું. “સુરભિ એટલે ગાય. એ ગાયે એક વાર પોતાના એક પુત્રને, બળદને, ખેડૂતને હાથે બહુ જ ત્રાસ પામતો દીઠે; એટલે એ ભાંભરડા નાખતી દોડી, સ્વર્ગના ઈન્દ્ર પાસે.
“કેમ મિયા?” ઈન્ડે તેને પૂછ્યું.
“જુવો તો ખરા, મહારાજ, પેલા મારા પુત્ર પર પેલે નિષ્ફર ખેડૂત કેવા જુલ્મો વરસાવી રહ્યો છે ?”
ઈન્દ્ર જોયું.
સાચેસાચ એક દુબળો પાતળો, મરવાને વાં કે જીવતા હોય એવો બળદ હળે જોતરાયો હતો, અને હળ ન ખેંચી શકવાને કારણે તેની પીઠ પર ખેડૂતને હાથે નેતરું વીંઝાઈ રહ્યું હતું.
પણ આવા તે હજારે બળદે ખેડૂતને હાથે ત્રાસ પામી રહ્યા છે, મિયા ! તને આ એકની જ દયા શા માટે આવે છે?”
“એટલા માટે મહારાજ, કે પેલા હજારો કરતાં આ ઘણો જ વધારે દુબળો-પાતળો છે; જન્મથી જ જાણે કપાળમાં દુઃખ લખાવીને એ બિચારો અવતર્યો છે.”
ઈન્દ્ર માતાના હદયની વ્યથા સમજી ગયો. નવસો ને નવાણું તંદુરસ્ત અને સશકત બાળક માટે માને કંઈ જ ન થાય. પણ હજારમાં માંદલા માટે તે પ્રાણ પાથરે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com