________________
૧૬૬
કર્ણ શૌર્ય અને તેજની બાબતમાં અર્જુનને સમેવડિયે ! અને દાતા તરીકેની એની નામના તો અજોડ જ ! અને છતાં, એ અર્જુન નથી અને એટલે જ અર્જુન પ્રત્યેની એની ઈર્ષ્યા અત્યંત ઉગ્ર છે, ઉત્કટ છે, ઝેરી છે.
દ્રૌપદીને વેશ્યા” કહેવાની હદ સુધી એ જાય છે અને સૈપદીને ન-વસ્ત્રી કરવાની આજ્ઞા પણ દુઃશાસનને એ જ આપે છે.
અને પછી...આવે છે....ચમત્કાર ! મહાભારત કહે છે કે શ્રીકૃષ્ણ “ગૂઢ વસન” રૂપ, વસ્ત્રરૂપ બનીને દ્રૌપદીની નગ્નતાને ઢાંકી. સૂરદાસે લખ્યું છે :
ખેંચત ખેંચત દે ભુજ થાકે-વચનરૂપ ભયે શ્યામ! " માણસની લાજ કપડાંથી નથી ઢંકાતી, કેવળ ઈવર-સ્મરણથી જ ઢંકાય છે...એ સનાતન સત્ય આ ઘટનામાં અંકિત થયું છે, એટલી જોરદાર રીતે બીજે ક્યાંય અંકિત થયું નથી.
દુઃશાસનની છાતી ચીરીને એનું લેહી પીવાની ભીમસેનની પ્રતિજ્ઞા આ પ્રસંગે લેવાય છે. વિદુર ફરીવાર સભાને દ્રૌપદીના પેલા પ્રશ્નને જવાબ આપવાનો આગ્રહ કરે છે. અને સાથે જ, કર્ણના આદેશથી દુઃશાસન દ્રૌપદીને અંતઃપુરમાં લઈ જવા માટે સભાની વચ્ચે ઘસડવા માંડે છે અને દ્રૌપદી કૌરવ-વૃદ્ધોને પ્રણામ કરવાનું પહેલાં ભૂલી ગયેલી, તે હવે પતાવીને ફરી પાછો એ જ પ્રશ્ન પૂછે છેઃ “જે યુધિષ્ઠિરે મને, પોતાની જાતને હારી ચૂક્યા પછી હોડમાં મૂકી છે, તો હું છતાયેલી ગણાઉં કે કેમ ?”
ભીષ્મ સૂચવે છે આ બાબત યુધિષ્ઠિર જાતે જ ખુલાસો આપે ! અને પિતામહની આ સૂચનાના શબ્દને ઉપાડી લઈ, દુર્યોધન એકવાર ફરીથી એના ઉપર અને પાંડવો પર કટાક્ષોની ઝડી વરસાવે છે પણ અહીં પણ દુષ્ટતાને સૌથી વધારે ફાળે કર્ણ જ નોંધાવે છે: “હવેથી સવે ધૃતરાષ્ટ્ર પુત્રો જ તારા સ્વામીઓ ગણાશે !” વગેરે અપશબ્દો બોલીને.
કર્ણના આ શબ્દોથી દુર્યોધનને હજુ પણ વધારે ચાનક ચડે છે અને તે પોતાની ડાબી જાંધ ઉપરનું વસ્ત્ર દૂર કરીને દ્રૌપદીને એક અભદ્ર સૂચન
- હવે વિદુરથી રહેવાતું નથી. તે દ્રૌપદીના પ્રશ્નને સ્પષ્ટ જવાબ આપે છેઃ “ પિતાને હારી બેઠેલ યુધિષ્ઠિરને દ્રૌપદીને હોડમાં મુકવાને કશો જ અધિકાર નહતો...”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com