________________
૧૬૪
બેઠી છે, તેમની વચ્ચે પહોંચી જાઉં તો બસ ! પણ દુઃશાસન તેની પાછળ દેડે છે અને તેના લાંબા, કાળા, તરંગમાળાસમા કેશને પકડી લે છે.
દ્રૌપદી શું બેલે? બોલી શકે ? દુઃશાસનને તે “અનાર્ય” અને “મંદબુદ્ધિ” કહીને ધમકાવે છે અને સાથે સાથે અજુન તથા કૃષ્ણને યાદ કરે છે.
પણ દુઃશાસનને નથી દ્રૌપદીની ત્રાડેની દરકાર કે નથી ધર્માધર્મની પીંજણની પરવા ! ધર્મ વિષેને તેને ખ્યાલ નિશ્ચિત છે. તેને મન ધર્મ એટલે રાજ–આજ્ઞા અને દાસી એટલે દાસી. રાજાએ દાસી કહી એટલે દાસી થઈ; અને દાસી થઈ, એની સાથે માનવતાભર્યો વ્યવહાર કરવાની ફરજ પૂરી થઈ !
અને આખરે વિખરાયેલા વાળવાળી, અરધા સરી ગયેલા એક વસ્ત્રવાળી દુઃશાસનના હાથમાં પકડાયેલા ચોટલા વડે ખેંચાતી, કેધથી સળગી રહેલી છતાં મલાજો સાચવવાનો પ્રયત્ન કરતી દ્રૌપદી સભા સમક્ષ આવી પહોંચે છે–નિરંતર વિરોધ કરતી, સતત વાગ્માણ છેડતી, ધર્મની આણ દેતી, ભવિષ્યમાં આવનારા ભયાનક પ્રતિકારની દુહાઈ આપતી....
દ્રોણ, ભીષ્મ, વિદુર અને ધૃતરાષ્ટ્ર–એ ચારને તો એ ખાસ લહાણુમાં લે છે. હજુ એ જ પ્રશ્ન એની જીભ પર છે. “યુધિષ્ઠિરે મને, તે પોતે પોતાની જાતને હારી બેઠા, તે પહેલા દાવમાં મૂકી, કે પછી?” તેનું સૂચન
સ્પષ્ટ છે. જે યુધિષ્ઠિરે તેને, પોતે પોતાની જાતને હારી બેઠા તે પછી દાવમાં મૂકી હોય, તો તેમ કરવાને તેને કોઈ અધિકાર નહોતો ! પોતાના યુગની સ્ત્રીઓ કરતાં એ એક ડગલું આગળ છે. પતિને તેના ઉપર અધિકાર ખરે. પણ તે પતિ સ્વતંત્ર હોય ત્યાં સુધી જ. પતિ જાતે જ જે કાઈને દાસ હય, તે પત્ની ઉપરના તેના અધિકારો મર્યાદિત થઈ જાય!...
પણ દુર્યોધન અને એના દુષ્ટ સાથીઓને કયાં ધર્મની આવી સૂક્ષ્મ ચર્ચાઓ કરવા-સાંભળવાની અત્યારે કુરસદ છે ! તેમને માટે તેનું સમર્થ પતિઓના દેખતાં આ મહામાનિનીની જે અવદશા થઈ રહી છે તે જાતે જ એક જીવનમહોત્સવ છે ;
પણ ભીષ્મથી નથી રહેવાતું. એ તો પિતામહ. આર્યોની પરંપરાના તવિદ અને સંરક્ષક. શાસ્ત્રના શબ્દની લકીરના ફકીર. લકીરથી એ તલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com