________________
૧૬૨
નીકળે છે શી રીતે ! રાજપુત્ર પોતાની પત્નીને કદી હોડમાં મૂકે ખરે? યુધિષ્ઠિર જુગારના કેફમાં પાગલ બની ગયા હશે ? શું તેમની પાસે બીજી કઈ વસ્તુ નહોતી કે એમણે મને દાવમાં મૂકી !”
ઉપરનાં પાંચ વાક્યમાં, પળભર મૂછવશ થઈ ગયેલી દ્રૌપદીની સ્વસ્થતા ફરી પાછી ધીરે ધીરે દેશમાં આવતી હોય એમ નથી લાગતું? પહેલાં તો એ સારથિની વાત માનતી જ નથીઃ “હાય નહિ આવી વાત સંભવે જ શી રીતે ?” પછી એ ન માનવા માટેનું કારણ આપે છે..કે “કઈ મામુલી રાજપુત્ર પણ જ્યાં પોતાની પત્નીને દાવમાં ન મેલે, ત્યાં ધર્મરાજ યુધિષ્ઠિર તો મેલે જ શી રીતે ? અને તે પણ મારા જેવી પત્નીને !” પછી આગળ ચાલતાં, એ વધુ વાસ્તવવાદી બને છે. અને કહે છે કે “ભાઈ, મેલે પણ! જગટાના કેફમાં ચકચૂર થઈને તેમણે આવું પણ કર્યું હેય !” અને છેલે, પોતાના મનમાં તે જ પળે ઊભી થયેલી એક આશાને વાચા આપતાં ઉમેરે છે કે “યુધિષ્ઠિરે મને દાવમાં મૂકી હશે, કદાચ, પણ તે ક્યારે? જ્યારે એમની પાસે બીજુ જ બાકી નહિ બચ્યું હોય ત્યારે જ !”
અને પછી તો એની એ સ્વસ્થતા પળે પળે વધતી જાય છે. પ્રતિકામીની પાસેથી બધી યે વિગતો જાણ્યા પછી યુધિષ્ઠિરે રાજપાટ, ધનસંપત્તિ, ભાઈઓ અને પોતાની જાત–બધું હાર્યા પછી જ તેને હોડમાં મૂકી છે એવી ખબર પડે છે ત્યારે તેનામાં વળી એક નવી આશાને સંચાર થાય છે અને તે સારથિને કહે છે, “ભાઈ જરા પાછા જઈને પછી તે આવ, ધર્મરાજ યુધિષ્ઠિરને, કે તમે પહેલાં કેને હાર્યા? તમારી જાતને કે દ્રૌપદીને ?” શમાં કેટલો માર્મિક ઠપકે છે! અને સાથે સાથે કેટલી શ્રદ્ધા છલે છે ! તમારી જાતને ખોઈ બેઠા છે, તો જ તમને મને હોડમાં મૂકવાનો વિચાર આવે ! નહિતર નહિ જ. તમારામાં આત્મભાન હોય ત્યાં સુધી તો તમે મને હેડમાં ન જ મૂકે !
યુધિષ્ઠિર આને શો જવાબ આપે ? મહાભારત કહે છે કે એ તો સારથિને મોંએથી દ્રૌપદીને આ પ્રશ્ન સાંભળીને નિર્જીવની જેમ મુંગા જ બની ગયા. કોઈ જાતને જવાબ જ આપી શક્યા નહિ !
જવાબ તે એમને બદલે અધીર દુર્યોધન જ આપે છે. અને આપે જ તો ! દ્રૌપદીને હવે તે જ માલિક છે ને, તેને પોતાને મન તો! એ કહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com