________________
૧૬૩
છે, “જા, દ્રૌપદીને જઈને કહે કે યુધિષ્ઠિરને તારે જે પૂછવું હોય તે અહીં આવીને પૂછ.”
સારથિ બિચારે ચિઠ્ઠીને ચાકર ! કચવાતે મને અને મનમાં ને મનમાં દુર્યોધનને શાપ આપતો આપતો એ દ્રૌપદીને કૌરવરાજની આજ્ઞા પહોંચાડે છે; પણ દ્રૌપદી ફરી તેને પાછો વાળે છે–એજ પ્રશ્ન સાથે. ફકત એ પ્રશ્ન હવે તે યુધિષ્ઠિરને નહિ, પરંતુ રાજસભામાં બેઠેલા સૌને ઉદ્દેશીને પૂછે છે.
સારથિ વળી પાછો રાજસભામાં આવે છે-અને દ્રૌપદીના શબ્દો સૌને સંભળાવીને એના વતી માર્ગદર્શન માગે છે. પણ દરબારીઓની શી મગદૂર કે રાજાને અણગમતી વાત ઉચ્ચારે !
આ વખતે યુધિષ્ઠિર જાતે જ પોતાના એક વિશ્વાસુ માણસને મોકલીને દ્રૌપદીને કહેવડાવે છે કે “હે પાંચાલી ! તું રજસ્વલા હોવાને કારણે એકવસ્ત્રા છે, તે તે જ સ્થિતિમાં રેતી રેતી સભામાં આવે અને તારા શ્વસુર ધૃતરાષ્ટ્રની સામે ઊભી રહે...! તે સભા એ દશ્ય જોઈને દુર્યોધન ઉપર ફિટકાર વરસાવશે અને ધૃતરાષ્ટ્રને અનિચ્છાએ પણ માનવતા દેખાડવાની ફરજ પડશે ! ”
લાગે છે કે યુધિષ્ઠિરને હજુ પણ દુર્યોધનની અને એના ગાઠિયાઓની માનવતામાં શ્રદ્ધા છે. હોય એમાં નવાઈ પણ નથી. એના જેવો અઠંગ આશાવાદી જગતે બીજે ભાગ્યે જ જોયા હશે!
પરંતુ દયાની આડકતરી પણ યાચના દ્રૌપદી જેવી એક અત્યંત સ્વમાની માનિનીના હેમાં શેભે ખરી ! એવી નારી અપમાનિત ભલે થાય, પણ દુષ્ટો પાસે દયાની ભીખ માગવા જેટલી પામરતા તે ન જ ધારણ કરી શકે ! બીજી બાજુ, યુધિષ્ઠિરે જે સુચના આપી, તેને અનાદર પણ કેમ થાય ? પણ ભગવાન વિધાતા સ્વયમેવ દ્રૌપદીને આ દ્વિધામાંથી ઉગારી લે છે. ઢીલા સારથિને બદલે દુર્યોધને હવે જેને મોકલ્યો છે તે કઠોર દુઃશાસન આવીને તેને સીધી આજ્ઞા જ કરે છેઃ “ચાલ ! તું હવે દુર્યોધનની દાસી થઈ ! ધર્મ અધર્મની પીંજણ છોડીને તારા નવા સ્વામીની સેવામાં હાજર થઈ જા !”
દુઃશાસન માત્ર બોલતો જ નથી. એ તો એનો ચોટલો પકડવા જાય છે! દ્રૌપદી દોટ મૂકે છે. એને એમ કે ગાંધારી આદિ વૃદ્ધ સ્ત્રીઓ જ્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com