________________
૧૬૧
સૌ તો ધ્રુજી જ ઊઠેલા, યુધિષ્ઠિરે સૈપદીને હેડમાં મૂકી ત્યારે મહાભારતના જ શબ્દ ટાંકીએ તો “ૌપદીને યુધિષ્ઠિરે હેડમાં મૂકી ત્યારે સભા ખળભળી ઊઠી. રાજાઓને ખેદ થઇ આવ્યો, અને ભીમ, દ્રોણ તેમજ કૃપાચાર્ય વગેરે પરસેવે રેબઝેબ થઈ ગયા. વિદુર તે માથું ઢાળીને મડદાની પેઠે જ રહ્યા........” તે આ દિમૂઢતામાંથી ઝબકીને ત્યારે જ જાગ્યા, જ્યારે દુર્યોધને તેમને આજ્ઞા આપી કે......
एहि अत्त द्रौपदीम् भानयस्व
प्रियां भायां संमतां पांडवानाम् । संमार्जतां वेश्म परैतु शीघ्रम्
तत्रास्तु दासीभिरपुण्यशीला । “જઓ વિદુર, દ્રૌપદીને બોલાવી લાવો. એ મારા મહેલમાં વાસીદું વાળશે અને દાસીઓ ભેગી રહેશે.”
પણ વિદુર જેનું નામ ! એ થોડા જ દુષ્ટાત્માની આવી દુષ્ટ વાત માનવાના હતા ! એ તો દુષ્કૃત્યની પાછળ રહેલી વિનાશપરંપરા સમજાવવાને યત્ન કરે છે. પણ વૃથા ! દુર્યોધન શેને માને ?
દુર્યોધનને માટે તે આ જીવનની એક અત્યંત આનંદદાયક ઘડી છે. વરસોને ઈર્ષ્યાગ્નિ આજે કૈક શાન્ત થાય છે. ઇન્દ્રપ્રસ્થમાં મયદાનવે સજેલ સભામંડપમાં તેનો જે ઉપહાસ કરવામાં આવ્યો હતો, તેનું વૈર આજે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે વસૂલ થતું તેને દેખાય છે. તેની ભૂલ પર હસેલી દ્રૌપદી આજે તેની દાસી બની છે. એની પાસે, આખી દુનિયા દેખી શકે એવી રીતે દાસીપણું કરાવ્યા સિવાય, એને પામર જીવડો જપવાને જ શી રીતે હો !
એટલે એ પ્રતિકામી નામના એક સારથિને મોકલે છે, દ્રૌપદીને સભામાં લઈ આવવા માટે અને અહીંથી દ્રૌપદી રંગમંચ ઉપર આવે છે..એકવસ્ત્રા રજસ્વલાની અવસ્થામાં!
હવે દ્રૌપદીને જોઈએ.
પ્રતિકામી દ્વારા દુર્યોધનને આદેશ સાંભળતાં વેંત તેના મુખમાંથી ફકત આટલા જ શબ્દ સરે છેઃ “હેય નહિ! આવી વાત તારા મોંમાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com