________________
૧૫૯
..પણ યુધિષ્ઠિરે તો એ વાંધો ઉઠાવતાંની સાથે જ કોઈના જવાબની રાહ જોયા વગર જતો કર્યો.. અને..
છૂતની શરૂઆત થઈ !
ઘતની....અને અંતે મહાભારતના યુદ્ધમાં પરિણમનારી અનર્થ-પરપરાની !
ઘૂત વિદ્યુતવેગે ચાલવા માંડયું.
એક તરફ શકુનિ જેવો ચાલબાજ અને બીજી તરફ યુધિષ્ઠિર જેવો ભોળો, પાસાની આંટીઘૂંટીથી તદ્દન અણજાણુ અને બહાર્યો જુગારી બમણું રમે,’ એવી કહેવતને મૂર્તિમંત કરનારો-ચડસીલ માણસ ! પછી બાકી શું રહે !
સભામંડપ ફકત એક જ શબ્દના વખતે વખતના પુનરાવર્તનથી ગુંજવા માડયો : નિતમ્ નિતમ્ નિતમ્ ! વસ્તુ હોડમાં મૂકી નથી, અને હરાઈ નથી!
અને જોતજોતામાં, વીજળી વેગે, વીજળી જેમ વાદળાના અંધકારમાં અદશ્ય થાય એવી રીતે યુધિષ્ઠિરની રાજ્યલક્ષ્મી પરાજયના અંધકારમાં અદશ્ય થઈ ગઈ.
અને વાત ઠેઠ દ્રૌપદીના વસ્ત્રાહરણ સુધી આવી પહોંચી. આ આખાયે પ્રસંગની હવે આપણે સહેજ લંબાણથી સમીક્ષા કરીશું.
૫૧. દ્રૌપદી વસ્ત્રાહરણઃ એક સમીક્ષા સાહિત્યમાં કે જીવનમાં, કલ્પનામાં કે વાસ્તવિકતામાં સ્ત્રીની આવી દશા ક્યાંય થઈ નથી. જેમ દ્રૌપદીને જેટ જગતમાં કયાંય નથી, તેમ વસ્ત્રહરણના પ્રસંગને જેટ પણ જગતમાં ક્યાંય નથી. જીવનમાંય નથી અને સાહિત્યમાં નથી.
મૂળથી જ દુર્યોધન અને એના સાથીઓ પાંડવોના દેવી, તેમાં વળી રાજસૂય યજ્ઞ દ્વારા પાંડવોની સમૃદ્ધિ અને સુકીર્તિ બને વધ્યાં. અને એ વૃદ્ધિને દુર્યોધને નજરે નિહાળી, ત્યારે તે એને ઇર્ષ્યાગ્નિ હજાર ઝાળે ભભૂકી ઊઠયો. રણમાં તો તે પાંડવોને મહાત કરી શકે તેમ નહોતે જ; એટલે તેણે આ માર્ગ લીધો, છૂતને જુગારને.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com