________________
૧૬૮
કર્ણ અને શકુનિ ફરી ધૃતરાષ્ટ્રને ઘેરી વળે છે. ફરી એક વાર જુગટું રમવા માટે પાંડવોને પાછા બોલાવી આપવાની વિનંતિ કરે છે, નિર્બળ મનને અને અંદરખાનેથી પાંડવોને નાશ ઈચ્છતો ધૃતરાષ્ટ્ર માની જાય છે. અને એ જ હુંપદને માર્યો યુધિષ્ઠિર ફરી એ જ માગે એવી જ રીતે આવે છે. ફરી પાસા નંખાય છે, અને ફરી યુધિષ્ઠિર હારે છે; પણ આ વખતે શરત જુદી છે. હારે તે બાર વરસ વનવાસ ભોગવે અને તેરમું વરસ ગુપ્તવાસમાં ગાળે અને ગુપ્તવાસ દરમ્યાન છતા થઈ જાય, તો ફરી પાછા બાર વરસ વનવાસે જાય !
અને પાંડવોનો વનવાસ...... અને મહાભારતનું વનપર્વ અહીંથી શરૂ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com