________________
૧૬૫
ભાર પણ ન ચસે! યાદ છે ને, “ભીષ્મ એવી ઉપાધિ એમને શા માટે સાંપડી હતી ? –વૃદ્ધ પિતાને પરણાવવા માટે એણે રાજ્યને ત્યાગ કર્યો અને ઉપરથી, છાએ તજેલા એ સિંહાસનની પોતાનાં સંતાને ઉઘરાણ ન કરે એટલા ખાતર, જીવનભર કુંવારા રહ્યા, એટલા માટે એમની સંસ્કૃતિ જ આખી પુરુષ-પરાયણ! અંબા–અંબિકા અને અંબાલિકાને એ એમના
સ્વયંવરમાંથી બળજબરીથી ઉપાડી આવેલા; પણ તે પિતા માટે નહિ, પિતાના સાવકા ભાઈ માટે! આ ધૃતરાષ્ટ્ર અને પેલા પાંડુ અને આ વિદુરના બાપ માટે !...
આ ભીષ્મ, જે એક વ્યક્તિ ઉપર દ્રૌપદીની દષ્ટિ હતી તેણે તો વળી, દ્રૌપદીની રહીસહી આશાઓ ઉપર પણ પાણી ફેરવી નાખ્યું : “પતિ પરાધીન હોય કે સ્વાધીન,” તેમણે શાસ્ત્ર ઉચ્ચાયું: “તેની સાથે પત્ની પરના પુરુષના સ્વામિત્વને કશી જ નિસ્બત નથી!” અને છતાં તેમનું આખુંયે ભાષણ ન વા કુંજરો વા” જેવું છે. “હું શું કરું? તારે યુધિષ્ઠિર જાતે જ એ ધર્માગ્રહી છે, કે એની સામે એણે જે કર્યું છે તે બરાબર નથી કર્યું એવી કઈ દલીલ ઊભી જ નહીં રહી શકે !”
ટૂંકમાં, અહીં આ બાબતમાં, દ્રૌપદીનું દર્શન ભીમના દર્શન કરતાં ઘણું જ વધારે સૂક્ષ્મ અને સ્વચ્છ છે. એની દલીલેને ભીષ્મ પાસે કશો જ ઉત્તર નથી; અને મહાન ભીષ્મ પિતામહ, આ કુલવધૂ પાસે, આ પ્રસંગે કૈક એાછા મહાન લાગે છે!
પણ એમ, તે, આ સભામાં આ પ્રસંગે, દુર્યોધનને નાનો ભાઈ વિકર્ણ પણ ભીમના કરતાં કંઈક વધારે મહાન દેખાઈ આવે છે. દ્રૌપદીના પ્રશ્નને
ખે ઉત્તર આપતાં સૌ અચકાયા કરે છે: “હે પૃથ્વીપાલ, તમે ભલે મૂંગા રહે, હું તે મને જે ન્યાયયુકત લાગે છે તે કહીશ જ! આ પાંડુપુત્રે જુગારની ઘેલછામાં, સામેના જુગારીઓથી ઉત્તેજિત થઈને, દ્રૌપદીને હેડમાં મૂકી અને તે પણ પોતાની જાતને હારી ચૂકયા પછી ! આ બધું જોતાં અને દ્રૌપદી પાંચે ય ભાઈઓની પત્ની છે એ વિચારતાં, હું તો એમ માનું છું કે દ્રૌપદીને આપણે છતાયેલી ન જ ગણી શકીએ !”
અને વિકર્ણ પર દુર્યોધનના ખુશામતિયાઓની પીટ પડે છે!... અને ખૂબી એ છે કે વિકર્ણનું આ વ્યક્તિ–સ્વાતંત્ર્ય સૌથી વધુ ખેંચે છે ને!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com