________________
૧૬૦
વિદુર અને કૌરની રાજસભામાં બેસનારા બીજા મુરબ્બીઓ તો જુગારના વિરોધી છે જ. પણ આશ્ચર્ય એ છે કે પાંડવોને નાશ કરવાની એક યુકિત લેખે અજમાવાતા આ વ્રતને, ખુદ ધૃતરાષ્ટ્ર પણ વિરોધી છે. અને બબ્બે વખત તે બિચારો દુર્યોધનની વિનંતીને અસ્વીકાર કરે છે. પણ આખરે એને પુત્રપ્રેમ, પહેલેથી જ મંદ એવી એની વિવેકબુદ્ધિ ઉપર વિજય મેળવે છે અને ઇતિહાસના એક ઘોરતમ પ્રકરણને આરંભ થાય છે. (અહીં ઇતિહાસ શબ્દ, હું એના પ્રચલિત અર્થમાં નહિ, પરંતુ વ્યુત્પત્તિ અર્થમાં વાપરું છું એમ કહેવાની ભાગ્યે જ જરૂર હોય. ઈતિહાસ એટલે તિ--માસ—આમ હતું એમ સાંભળ્યું છે. મહાભારત અને રામાયણને આપણા પ્રાચીન શાસ્ત્ર-વ્યવસ્થાપકે એ ઇતિહાસ જ કહ્યાં છે.).
યુધિષ્ઠિરને વિષે એક ભ્રમ છે કે એને ઘતને ભારે ચડસ હતો! પણ યુધિષ્ઠિર ઘતને એ શોખીન નથી. ચૂત સામે પોતાનો અણગમો-અને ખાસ કરીને દુર્યોધન અને શકુનિ જેવા કપટીઓ સાથે જુગાર ખેલવાને અણગમો તે સ્પષ્ટ શબ્દોમાં વ્યકત કરે છે. વિદુર પણ એને જ મતના છે, પણ ધૃતરાષ્ટ્રના મોકલ્યા તેડવા આવ્યા છે એટલે ફકત એટલું જ કહે છે કે
તને યોગ્ય લાગે તેમ કર.” પોતે જોખમ લેતાં ડરે છે, એવી છાપ કેઇના મન ઉપર ન પડવી જોઈએ એવી યુધિષ્ઠિરની વૃત્તિ છે. પિતે લોભી નથી, બીકણ નથી, ખેલદિલ છે, એવી પિતાની ખ્યાતિ છે; અને એ
ખ્યાતિને યુધિષ્ઠિર ગમે તે ભોગે ટકાવી રાખવા માગે છે. બસ, અહીં જ એમના પતનનું બીજ છે. એમને શત્રુ જુગાર નથી, અહંકાર છે!
યુધિષ્ઠિર વિષે બીજો એક ભ્રમ એ છે કે એમણે જુગારના ચડસમાં દ્રૌપદીને હોમી દીધી! પણ હકીકત એ છે કે, હારી બેઠા પછી પણ, પોતાની જાતને પણ હારી બેઠા પછી પણ દ્રૌપદીને હોડમાં મૂકવાનો વિચાર એને પિતાને નથી આવ્યો. એ સૂચન તે શકુનિનું છે! “હજુ તમારી કને એક સંપત્તિ છે,” શકુનિ યુધિષ્ઠિરને જાણે યાદ અપાવે છે, “પાંચાલીને દાવમાં મૂકીને હજુ તમે ભાગ્ય અજમાવી શકે છે !”
અલબત્ત યુધિષ્ઠિર આ સૂચન સાંભળતાં વેંત તેને ઉપાડી લે છે; પણ તે “હું કોઇ પણ જોખમ લેતાં ડરું નહિ”....એવું હુંપદ તેનામાં છે એ જ કારણે. અસ્તુ. પણ આ પગલું પાંડને કયાં લઈ જશે, અને એમાંથી સૌને માટે કેવો ઘર વિનાશ સર્જાશે, એની જેમને કલ્પના હતી તેઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com