________________
ওও
એ બીકે તરત જ તેઓ એ હિડિબવનમાંથી બહાર નીકળવા લાગ્યા. હિડિમ્બા પણ તેમની પાછળ પાછળ ચાલવા માંડી.
રાક્ષસો કદી વેરને ભૂલતાં નથી ! ” ભીમે વિચાર કર્યો અને પછી તરત જ હિડિમ્બાને, જે રીતે તેને ભાઈ ગયો હતો તે જ રસ્તે વિદાય કરવા તૈયાર થયો.
પણ યુધિષ્ઠિરે તેને આ અધર્મ કાર્ય કરતાં વાર્યો અને પછી મા તથા મોટાભાઈ બનેની સહાયથી અને હિડિબાના આગ્રહથી ભીમસેને તેનું પાણિગ્રહણ કર્યું.
ભીમસેનને આ હિડિમ્બાથી ઘટોત્કચ નામને પુત્ર થયો. પછી માતા તથા પુત્ર, બનેને હિડિમ્બ-વનમાં તેમના જૂના નિવાસસ્થાનમાં રાખીને ભીમસેન તથા અન્ય પાંડવો તથા કુન્તી ચાલી નીકળ્યાં.
હિડિમ્બવનમાંથી મત્સ્ય દેશ, ત્યાંથી ત્રિગર્ત, અને ત્યાંથી તે પ્રદેશની કીચકરમણીય વનશ્રીનું નિરીક્ષણ કરતાં કરતાં તેઓ આગળ વધતા હતાં.
માથે તેમણે જટા બાંધી હતી. વકલો અને મૃગચર્મ તેમણે પહેર્યા હતાં.
પ્રવાસ દરમિયાન તપસ્વીઓની પેઠે વસનારા તેઓ વેદ અને વેદાન્તને તથા નીતિશાસ્ત્રના અભ્યાસ કરતા હતા.
એવામાં એક દિવસ પિતામહ વ્યાસ તેમની પાસે આવ્યા.
“ ધૃતરાષ્ટ્રના પુત્રોએ તમને અધર્મ પૂર્વક રાજયમાંથી હાંકી કાઢયા છે તે હું જાણું છું.” વ્યાસજીએ તેમને કહ્યું, “પણ જે થાય છે તે સારા માટે જ થાય છે એમ મારું માનવું છે. તમારે ચિંતા ન કરવી. વિષાદ ન કરવો. મારે તો તમે અને તેઓ બંને સરખા છે. છતાં અકિચન અને નાનેરાં ઉપર વડીલોને વિશેષ પ્રેમ હોય, એ ન્યાયે તમારા પર મને સ્વાભાવિક રીતે જ વધારે પ્રેમ છે. અહીં નજીકમાં જ એકચક્રા નામે એક ગામ છે, તેમાં એક બ્રાહ્મણને ઘેર તમને મુકી આવું, ચાલો.” અને પછી કુન્તી તરફ વળીને તેમને આશ્વાસન આપતાં ઉમેર્યું: એક દિવસ આ તારા પુત્ર, તારા તેમજ માદ્રીના આ પુત્રો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com