________________
ભીમ તે। આ ખુલાસાથી અવાચક જ બની ગયા. માનવભક્ષક રાક્ષસીના આક્રમણ કરતાં, કામાં નારીનું આક્રમણુ તેને માટે વધુ ચમકાવનારું હતું.
66
,,
'હું ખાટુ નથી મેલતી, માનવશ્રેષ્ઠ ! ” હિડિમ્બાએ આગળ ચલાવ્યું: ‘તારી ધ્રુવ જેવી કાન્તિ જોને હું મુગ્ધ થઈ છું. મારું ચિત્ત કામથી વિહવળ થ ગયુ છે.... અને સ્ત્રીઓનેા પક્ષપાત ભાઇઓ તરફ નહિ, પણ પ્રિયતમ તરફ હાય છે એ તે! તું જાણુતેા જ હોઇશ. ચાલ, આપણે મારા ભાઈના આ વનની બહાર નીકળી જઇએ. મને આ તરફના બધા જ ગુપ્ત માર્ગની ખબર છે.
72
.6
""
એટલે ? '' સહેજ ઉશ્કેરાઇને ભીમે કહ્યું, તુ શું એમ સૂચવવા માગે છે કે તારે ખાતર મારે આ ચાર ભાઇઓને અને મારી માને તારા મનુષ્યભક્ષક ભાઇના ભાજન માટે અહીં મુકી જવા ?”
હપ
'
તું મને બરાબર સમજ્યા નથી, નાત્તમ, કરગરતી હોય એવા અવાજે કામા રાક્ષસીએ કહ્યું: “હું તને તારાં સ્વજનેને ત્યાગ કરવાનું નથી સૂચવતી, હું તેા તારી-તમારી સૌની-સ્વજન બનવા માગું છું. ચાલ, જગાડ આ બધાંને ! સૌને સાથે લઇને આપણે કયાંય જતાં રહીએ. મારે ભાઇ હિડિમ્બ મને અહીં વાર લાગી છે એ જોઇને અબઘડી આવી ચડશે. પણ એને તે હું પહોંચી વળીશ, એકલી ! તારે ચિંતા ન કરવી. જગાડ આ સૌને ! '”
r
..
અરે પાગલ ! હવે ભીમસેનથી તાડુકયા વિના ન રહેવાયું : મને ચિંતા ન કરવાનું કહેનારી તુ કાણુ ?...અને આ મારા ભાઇ અને મારી મા !– ખુદ ઇન્દ્રનીયે મગદૂર નથી કે એ નિરાંતે ઊઁધતા હાય ત્યારે એમની નીદરમાં ખલેલ પાડે !”
""
.
66
કામાંધ યુવતી અને સ્વસ્થ યુવાન વચ્ચે આ વાર્તાલાપ ચાલતા હતા. ત્યાં અચાનક એક ભયંકર અટ્ટહાસ્યના પડઘા તેમને કાને પડયા.
હિડિમ્બાના ભાઇ હિડિમ્બ સાક્ષાત્ એ એની સામે ઊભા હતા. કામી સ્ત્રીઓનુ` કાઇ સગું નથી હોતું—એક તેમના પ્રિયતમ સિવાય!” બહેનને ઉદ્દેશ તેણે ત્રાડ પાડી: “ પણ આ હિડિમ્બ સદાજાગૃત છે. મનુષ્યાને તા એ ખાતે ખાશે, પણ પહેલાં પ્રથમ તારા જેવી કૃતઘ્ન બહેનતે તા....... "
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com