________________
૧૦૩
વળી કયા દહાડે દ્વેષ હતો ? અને શું કરવા હોય? આપણે હવે સામે ચાલીને જ પાંડવોને હસ્તિનાપુરમાં આવીને પોતાના બાપની ગાદી સંભાળી લેવાનું આમંત્રણ આપવું! એક પક્ષ આ હતો.
ત્યારે સામે પક્ષે દુર્યોધન, કર્ણ વગેરે એમ માનતા હતા કે પાંડવોને નાશ જે આપણે આજે નહિ કરી શકીએ તો પછી ભવિષ્યમાં કદી પણ કરી શકવાના નથી. માટે ઉગતા શત્રુને તે વધુ બળવાન થાય તે પહેલાં જ દાખી દેવો. પાંડ હજુ પાંચાલમાં જ છે, ત્યાં જ તેમના ઉપર ઓચિંતું આક્રમણ કરવું, તેમને ખતમ કરવા. અને દુપદ વચ્ચે પડે તો – અને કુપદ વચ્ચે પડશે જ !-તેને પણ ખતમ કરો. ત્રીય સ્વાહા, તક્ષય દ્વારા !
અહીં એક વાત યાદ રાખવી ઘટે છે કે પાંડવોનું અસ્તિત્વ બેમાંથી એકકેય પક્ષને રુચતું નથી. તેમને નાશ તો બને ય પક્ષે ઈચછે છે. ફરક માત્ર એટલો જ છે કે એક પક્ષ જ્યારે કોઈ અનુકૂળ ઘડીની વાટ જોવા માગે છે, ત્યારે બીજો પક્ષ એમ માને છે કે આજના જેવી રળિયામણી ઘડી બીજી કદી ઊગવાની જ નથી.
આખરે આ બે પક્ષોમાંથી પાંડવોને હસ્તિનાપુર બોલાવી, તેમને સિંહાસનનો અર્ધો ભાગ સોંપી દે એમ માનનારાને પક્ષ જીતે છે. આમ કરવું એ જ વ્યાજબી છે, ધર્યું અને ન્યાય છે, એટલા માટે નહિ, પણ આક્રમણ કરીને તેમને ખતમ કરવાનું કામ મુશ્કેલ લાગે છે માટે !
અને ધૃતરાષ્ટ્ર પાંચાલમાં પિતાને રાજદૂત પાઠવે છે. નવવધૂ દ્રૌપદી માટે, અનેક વસ્ત્રાભૂષણે અને રથાદિ ભેટો સાથે.
સાથે સાથે પાંડે, કુન્તી અને દ્રૌપદીના દર્શન માટે હસ્તિનાપુરની પ્રજા અત્યંત ઉસુક છે એવો સંદેશો પણ તે મોકલે છે.
અને માતા કુન્તી અને દ્રૌપદીને લઈને પાંડવો વાજતે ગાજતે ફરીથી હસ્તિનાપુરમાં પ્રવેશ કરે છે.
ર૯ ખધે પિતા અને શઠ–શિરોમણિ પુત્ર
માતા કુન્તી અને પાંડે દ્રૌપદી સાથે હસ્તિનાપુરમાં આવ્યાં અને બલરામ તથા શ્રીકૃષ્ણ દ્વારકા ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com