________________
૧૦૭
પાંચાલમાં છે. એની સલાહ લેવાને સમય જ યુધિષ્ઠિરને આપવાનો નથી....... પછી ભલે થતો ઊંચાનીચો !”
પણ કૃષ્ણ ?”
“એ તે વળી દુપદથી એ દૂર છે! – પણ સાચું પૂછતા હે, તે પિતાજી, મને સૌથી વધુ બીક કૃષ્ણની છે. દ્વારકા અને હસ્તિનાપુર વચ્ચે એ સતત આંટાફેરા કરતો હોય છે, અને માટે જ મારી તમને વિનંતી છે કે શ્રીકૃષ્ણ અહીં ગમે ત્યારે ટપકી પડે તે પહેલાં જ પાંડવોને ઈન્દ્રપ્રસ્થ ભેગા કરી દો!”
પાંડવોને એક વાર ફરીથી હસ્તિનાપુર છોડવું પડ્યું. અને ઇન્દ્રપ્રસ્થની પાંડવોની રાજધાની તરીકે નવેસરથી સ્થાપના થઈ.
૩૦ પાંચ ભાઈઓ વચ્ચે દ્રૌપદીની
વ્યવસ્થા કેવી રીતે થઈ ?
ઇન્દ્રપ્રસ્થ પાંડાએ વસાવ્યું, તેમાં પણ માર્ગદર્શન ને સક્રિય સહાયતા બંને શ્રી કૃષ્ણનાં હતાં. દુર્યોધને પોતાના અંધ પિતાને સાચું જ કહ્યું હતું કે દ્વારકા અને હસ્તિનાપુર વચ્ચે વારંવાર આંટાફેરા કરતા શ્રીકૃષ્ણ તેને માટે એક જબરજસ્ત ભયરૂપ હતા.
પાંડવો પ્રત્યેને શ્રીકૃષ્ણને પ્રેમ તેમના ધર્મપ્રેમને પરિણામે હતા. પાંડવો ધર્મને કદી છોડતા નથી અને અનેક પ્રતિકુળતાઓ વચ્ચે પણ ધર્મના પક્ષને જ તેઓ હંમેશા વળગી રહેવાના એવી શ્રીકૃષ્ણને શ્રદ્ધા બંધાઈ ગઈ હતી.
શ્રીકૃષ્ણ માત્ર ધર્મપ્રિય જ ન હતા. વ્યવહારદક્ષ પણ તેઓ એવા જ હતા. રસિકતા અને ઉદ્યોગશીલતા, આદર્શ પ્રેમ અને વ્યવહાર-ચતુરતા, શૌર્ય અને દક્ષતા, રાજનીતિનિપુણતા અને ધર્મપ્રીતિઃ પરસ્પર-વિરોધી ગણાતા અનેક ગુણે શ્રીકૃષ્ણમાં હતા.
એટલે ઇન્દ્રપ્રસ્થની બાંધણીમાં અને એને વસાવવામાં શ્રીકૃષ્ણનું માર્ગદર્શન પાંડવોને ખૂબ જ ઉપયોગી થઈ પડયું હશે એમાં કોઈ શંકા જ નથી.
આ ઈન્દ્રપ્રસ્થ, મહાભારત કહે છે કે “સાગર જેવી ખાઇએથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com